બ્લડ સુગર ને નિયંત્રણમાં લાવે છે આ 3 ચમત્કારી વસ્તુઓ જાણો તેના ઉપયોગ વિશે
હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાટે શ્રેષ્ઠ ઔષધીઓ: બ્લડ સુગર જેવી ગંભીર બીમારીઓ હવે સામાન્ય બની ગઈ છે. ડાયાબિટીઝ થવાના બે કારણો હોઈ શકે છે. પહેલું છે ખરાબ ખોરાક અને બીજુ જેનેટિક. જો તમને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે ડાયાબિટીઝની સમસ્યા છે. તો તમે યોગ્ય ખોરાક અને કસરત વડે કંટ્રોલમાં લાવી શકો છો. પણ જેનેટિક બીમારી છે, તો તેનાથી જીવનભર બચવું પડશે. એવામાં તમે દવાઓ સાથે આયુર્વેદિક ઉપચાર પણ કરશો. તો તમે ડાયાબિટિઝ પર નિયંત્રણ પામી શકો છો. અહિં અમે તમને 3 જડીબુટ્ટીઓ વિશે જાણાવીએ, તેના સેવનથી બહુ ફાયદો થઈ શકે છે.
બ્લડ સુગર ને નિયંત્રણ કરવા ઘરગથ્થુ ઉપચારો
તજ નો ઉપયોગ શાકને સ્વાદિષ્ટ બનાવવામાં થાય છે. આ સ્વાદ સાથે તમારા આરોગ્યની કાળજી રાખે છે. આમાં ઘણા પ્રકારના એંટીઓક્સિડેંટ પ્રાપ્ત થાય છે. જે ઈન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે. તમે રોજ સવારે દૂધ વગરની ચા માં આ મસાલો નાખી બનાવીને પીવો. આનાથી તમને ખુબ રાહત મળશે.
લસણ તમને વધેલા સુગર લેવલને નિયંત્રીત કરવા મહત્વની ભુમિકા ભજવી શકે છે. લસણ એંટીઈમ્ફ્લેમેટરી અને એંટી-ડાયાબિટિક હોય છે. જે બ્લડ સુગર નિયંત્રણ કરવા અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રીત કરવાનું કામ કરે છે.
હળદર વધેલા સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેમાં જોવા મળતું કર્ક્યુમિન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. આ ડાયાબિટિઝ સાથે સોજાને પણ ઓછો કરે છે. લવિંગનું સેવન પણ બીમારીમાં સ્વસ્થ છે. આ પણ ઈન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે.