ફરવા જતા પહેલા આ લીસ્ટ પર નજર કરીલો, ભીડવાળી જગ્યાઓ પર જતા પહેલા હેરાનીથી બચાવશે આ ટિપ્સ
ચોમાસું આવતા લોકો પહાડી વિસ્તારોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે.આ સહીત વિકેન્ડ પર ફરવા જવાનું હોવાથઈ અનેક જાણીતા સ્થળોએ ઘણી ભીડ ભાડ પણ રહે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ નહી તો તમે હેરાવન થઈ શકો છો. જતા પહેલા સૌ પ્રથમ તમારે હોટલથી લઈને ઘણી બબાતો એડવાન્સમાં કરવા જેવી છે,તો ચાલો જાણીએ એવી બાબતો જે તમારો પ્રવાસ સરળ બનાવશે.
હોટલ એડવાન્સમાં બૂક કરાવો
જ્યા પણ તમે ફરવા જઈ રહ્યા છે અને જે સિટીમાં તમારે રાત્રી રોકાણ કરવાનું છે ત્યાની હોટલ બૂકિંગ એડવાન્સમાં કરાવી લો કારણ કે રજાઓમાં હોટલ ફૂલ હોય છે જેથી ત્યા જઈને હોટલ બૂક કરાવશો તો હેરાન થવું પડી શકે છે,જો હોટલ ન મળે તો જોયું જશે તેવી ભાવના સાથે ઘરેથી ક્યારેય ન નીકળો ,નહીતો બાળકો સાથે પરેશાની ભોગવવી પડે છે.
સ્થળોનું લીસ્ટ બનાવી લો
જ્યા પણ તમે ફરવા જઈ રહ્યા છો ત્યા સીટિમાં કયા કયા સ્થળો ફરવા લાય છે તેનું સૌ પ્રથમ ઘરેથી જ લીસ્ટ બનાવી લો, અને દરેક સ્થળો વચ્ચે કેટલા કિમીનું અંતર છે તે નોંધીલો જેથી કરીને જ્યારે પણ તમે ફરવા નીકળો ત્યારે પહેલા ક્યા જવું, શું નજીકમાં છે તે તમે ધ્યાન પર લઈ શકો અને તમારા સમયની બચત કરી શકો.
બને ત્યા સુધી ગાડી કરીલો
જો તમે ઘરેથી કાર લઈને નથી જતા તો જ્યાં પણ હોટલ કરાવી છે ત્યાથી તમે ભાડેથી કાર કરીલો જે તમને દરેક સ્થળોએ ફેરવી શકે ,અને જો તમે પોતાની કાર લઈને લઈ રહ્યા છો તો તમારી કારના દરેક ડોક્યૂમેન્ટસ સાથે જ રાખો. જેથી પોલીસ પકડે તો તમે બતાવી શકો.
હળવો નાસ્તો જોડે રાખો
જ્યારે પણ તમે ઘરેથી નીકળો ત્યારે પાણીની બોટલ અને હળવો નાસ્તો પાસે જ રાખો જેથી કરીને હાઈવે પર કોઈ રેસ્ટોરન્ટ ન મળે તો હેરાન ન થવું પડે સાથે જ જ્યાં ફરવા જાવો ત્યા નાસ્તો લઈ જાઓ જેથી બાળકો સાથે હશે તો મુશ્કેલી નહી પડે.
કેશ પાસે રાખો
ઘરની બહાર નીકળો એટલે ઓછામાં ઓછા કેટલાક હજાર રુપિયા કેશમાં જોડે જ રાખવા જોઈએ આપણે ઓનલાઈનના આદી બની ગયા છે જો કે રસ્તા પર ક્યારેક જરુર પડે ત્યારે કેશ કામ આવી શકે છે.