1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMCના ફુડ વિભાગ દ્વારા 448 એકમોમાં ચેકિંગ, 228 કિલો ખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો
AMCના ફુડ વિભાગ દ્વારા 448 એકમોમાં ચેકિંગ, 228 કિલો ખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

AMCના ફુડ વિભાગ દ્વારા 448 એકમોમાં ચેકિંગ, 228 કિલો ખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો

0
Social Share
  • નવરાત્રીમાં નાસ્તાના સ્ટોલમાં અખાદ્ય વસ્તુઓ સામે મ્યુનિની ઝૂંબેશ
  • હવે દિવાળી સુધી સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે
  • વાસી ખાદ્ય વસ્તુઓ વેચનારા સામે સખત પગલાં લેવાશે

અમદાવાદ:  શહેરમાં હાલ નવરાત્રીના પર્વને લીધે દરેક સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમતા હોય છે. અને ખાણી-પીણીના બજારો પણ મોડી રાત સુધી ધમધમતી હોય છે. ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી લીધા બાદ બહાર ખાવા માટે જતા હોય છે. ત્યારે તેમને યોગ્ય ફૂડ મળી રહે તે માટે AMC ના ફૂડ વિભાગ દ્વારા ખાધ ધંધાકીય એકમોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ફૂડ વિભાગ દ્વારા 448 જેટલા એકમોમાં ચેકીંગ હાથ ધરીને 177 એકમોને નોટિસ પણ આપી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મોડી રાત્રે સુધી ચાલતા ફૂડ સ્ટોલ જેવા એકમોમાં ખાધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા ગાંઠિયા રથ, પુષ્પકુંજ સર્કલ, કાંકરિયા, મણીનગર, વસ્ત્રાપુર, વાડજ, નવા વાડજ, દૂધેશ્વર, શાહીબાગ સહિતના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય ચિજ-વસ્તુઓ વેચતા સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. ગત 5 ઓક્ટોબર સુધીમાં 448 જેટલા ખાધા એકમોનું ચેકિંગ કરીને 177 એકમોને વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. સઘન ચેકિંગ દરમિયાન 34 મીઠાઈ, 10 દૂધ અને દૂધની બનાવટો, 1 નમકીન, 4 બેસન સોજી, 9 ખાદ્ય તેલ, 2 મસાલા અને 33 અન્ય એમ કુલ 93 શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ચેકિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે હાલ સુધીમાં 228 કિલોગ્રામ જેટલી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.

એએમસીના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 104 ખાદ્ય એકમોની તપાસ કરીને 66 જેટલા ખાદ્ય એકમોને નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં 26 હજાર જેટલો મ્યુનિ. વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે જ ફૂડ વિભાગ દ્વારા 2 લાખ 46 હજારની અંદાજિત કિંમતનો 1365 કિલોગ્રામ હલવો અને 3 લાખ 90 હજારની અંદાજિત કિંમતનો 1 હજાર 959 કિલોગ્રામ સ્વીટ ડિલાઇટ એનાલોગનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

એએમસીના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં તહેવારને ધ્યાંને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. મીઠાઈ, નમકીન, દૂધ, ડેરી પ્રોડક્ટ, ચોકલેટ, તૈયાર ખોરાક, ગૌણ રો મટીરીયલના ધંધા સાથે સંકળાયેલા એકમો તેમજ અલગ અલગ વોર્ડ વાઇઝ ખાદ્ય પદાર્થના ધંધા કરતા એકમો જેવા કે, મીઠાઈ, ફરસાણની દુકાનો, પાણીપુરીવાળી જગ્યા, શહેરની તમામ હોટલ્સ તથા રેસ્ટોરાંની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમજ લાઇસન્સ અને રજીસ્ટ્રેશન વગર ધંધો કરતા એકમોનું સઘન ચેકિંગ કરીને તેમના ધંધા સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code