Site icon Revoi.in

રાજકોટમાં ડ્રોનની મદદથી કરવામાં આવ્યું ચેકિંગ, 6 સ્થળો પર વીજચોરી થતી પકડાઈ

Social Share

રાજકોટ: રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મોટાપાયે વીજચોરી પકડવાનું અભિયાન PGVCL દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હવે PGVCL હાઇટેક દરોડા પાડી રહ્યું છે. ડ્રોન કેમેરા મારફત PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 6 સ્થળેથી 19 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

તાજેતરમાં જ માંડાડુંગર, દિન દયાળ વિસ્‍તાર, આજીડેમ પાસે આવેલા મિનરલ વોટર પ્‍લાન્‍ટ કે જે કાળુભાઈ ગોવિંદભાઈ ખીરાના નામનું વીજ જોડાણ 14 કિલોવોટનું છે, તેમાં PGVCLની વિજીલન્‍સ સ્‍ક્વોડ દ્વારા ચેકિંગ કરતા મીટર સાથે અને મીટર સીલ સાથે ચેડા કર્યાનું જાણવા મળ્યું હતું. આ કારખાનામાં કુલ 11.156 કિલોવોટ લોડ જોડાયેલો હતો અને નિયમાનુસાર પાવરચોરીનું રૂ. 9.25 લાખનું બીલ આપવમાં આવ્યું છે.

જો કે આ બાબતે જાણકારોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જો હજુ પણ વધારે આ બાબતે ચેકિંગ કરવામાં આવે તો હજૂ પણ વધારે ગામડામાં વીજચોરી થતી હોય તેવા કિસ્સાઓ સામે આવી શકે તેમ છે. સરકાર દ્વારા રાજ્યના તમામ સ્થળે વીજળી પહોંચાડવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે અને જો ક્યાંય કોઈ ગામમાં વીજળી ન પહોંચતી હોય તો ત્યાં પણ વીજળી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ વીજચોરીથી તો સરકારને નુક્સાન થાય છે.