- ચેક્સ પ્રિન્ટ એટલે એવરગ્રીન ફેશન
- યુવકોને આ પ્રકારના શર્ટ આકર્ષક લૂક આપે છે
ફેશન જગત એટલે કે ફેશનનું પુનરાવર્તન દાયકાઓ પછથી ફરી એક જ ફેશન આવે છે,ફેશન એક એક દાયકા બાદ પાછથી ફરે છે. જો કે કેટલીક ફએશન એવી છે કે જે એવરગ્રીન કહી શકાય જેમાંની એક ફઉેશન છે ચેક્સ પ્રિન્ટની
ખાસ કરીને યુવકોમાં ચેક્સ પ્રિન્ટનો ખૂબ ક્રેઝ યો છે. લ્ગન પ્રસંગે પહેરવામાં આવતા શર્ટ હોય કે ઓફીસ માટેના પરિધાન હોય મોટા ભાગના યુવકોની પહેલી પસંદ ચેક્સ છે.
જો ચેક્સ પ્રિન્ટની વાત કરીએ તો તેમાં પમ ત્રણથી વધુ પ્રકાર આવે છએ,એક મોટી ટેક્સ એક તદ્દની જીણી ચેક્સ જ્યારે બીજી મિડિયમ ચેક્સ,પોતાના બોડી શેપ પ્રમાણે યુવકો જીદી જૂદી ચેક્સ પ્રિન્ટ પસંદ કરતા હોય છે
ચેક્સ પ્રિન્ટમાં શર્ટથી લઈને કુર્તાઓ પણ એટલા જ સુંદર અને આકર્ષક લાગતા હોય છે, જો કે પહેલાના દાયકાઓમાં ચેક્સ પ્રિન્ટમાં ઓછી ચોઈસ હતી જ્યારે સમયના પરિવર્તન અને ચટેક્નો યુગ સાથે હવે ચેક્સ પ્રિન્ટમાં અવનવી વેરાયટીઓ આવી છે અવનવા રંગોનું કોમેબિનેશન જોવા મળે છે, માત્ર ચેક્સમાં પણ નાની મોટી ચેક્સ, અવનવા રંગોની ચેક્સ વગેરેની ફેશન ટ્રેન્ડ થઈ રહી છે.
શર્ટમાં અલગ અલગ કલર અને પાતળી તથા જાડી લાઈનિંગ સાથે જીણી ચેક્સ હોય છે જે ખાસ કરીને યુવાવર્ગમાં ટ્રેન્ડ થતી હોય છે, આ શર્ટ માત્ર ફોર્મલ લૂક માટે જ નહી પરંતુ કોલેજ કરતા યુવાનો અંદર વ્હાઈટ ટિ શર્ટ અને ઉપર આ પ્રકારની ચેક્સ વાળા શર્ટને ઓપન રાખીને અવનવી ફેશન કરતા હોય છે, જેમાં અંદર વ્હાઈટ ટિશર્ટ હોય તો ઉપર જીણી પ્રિન્ટમાં મરુન,બ્લુ કે બ્લેક શર્ટ યુવકોને વધુ આકર્ષક લૂક આપે છે.