દિલ્હીઃ ભારતમાં સિંહ, દીપડો અને વાધ જેવા પ્રાણીઓ જંગલમાં જોવા મળશે. પરંતુ ચિત્તા ભારતમાં વર્ષો પહેલા લુપ્ત થઈ ગયા હતા. જેથી સરકાર દ્વારા પ્રાણીની સલામતી કેટલાક આકરા કાયદના બનાવ્યાં છે. આ ઉપરાંત ચિત્તાઓને ફરીથી ભારતમાં વસવાટ માટે કવાયત શરૂ કરી હતી. સાત દાયકા બાદ હવે ભારતની ભૂમિ ઉપર ફરીથી ચિત્તા જોવા મળશે. આ વર્ષના નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાથી 10 આફ્રિકી ચિત્તાને ભારત લાવવા પર સહમતી બની છે. આ ચિત્તામાં 5 નર અને 5 માદા હશે. આ ચિત્તાઓને મધ્યપ્રદેશના ચંબલ નદી વિસ્તારમાં સ્થિત કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. આ ચિત્તા એશિયાઈ ચિત્તાથી અલગ છે. જેથી કુનો નેશનલ પાર્કટને મોટો બનાવવા માટે કામ શરું કરાયું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રીકામાં ચિત્તાના વિશેષજ્ઞ વિન્સ્ટેટ વેન ડેર મેરવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતીય વન્યજીવ સંસ્થાનના વૈજ્ઞાનિકોની સાથે આવશે. આગામી જૂન-જુલાઈમાં ટીમ પણ કુનોનું ભ્રમણ કરશે અને તૈયરીઓનું અવલોકન કરશે. પ્રોજેક્ટ ચિત્તાના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં આશરે 35થી 40 ચિત્તાઓને દેશમાં લાવવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં દેશમાં ચિત્તાની સ્થિતિ અને તેમને લાવવા માટે પ્રયાસો કરાશે. વિલુપ્થ થઈ ચૂકેલા ચિત્તાઓ ફરીથી વસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 2013માં સુપ્રીમ કોર્ટમાં ચિત્તાઓને ફરીથી વસાવવાની યોજના ઉપર રોક લગાવી હતી. જન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટને કેટલીક શરતોની સાથે આફ્રિકાથી ચિત્તા લવા માટે લીલીઝંડી આપી હતી.