Site icon Revoi.in

શૅફ સંજીવ કપૂર કોરોના વોરિયર્સની મદદે આવ્યાઃ- અમદાવાદ સિવિલના વોરિયર્સ માટે વિના મૂલ્યે ત્રણ ટંકના ભોજનની  વ્યવસ્થા કરશે

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, અનેક લોકો દેશની ગંભીર સ્થિતિને લઈને મદદ કરી રહ્યા છે, ત્યારે સેલિબ્રિટીઓ પણ કોરોના તથા કોરોના વોરિયરિસની મદદે આવી રહ્યા છે, થોડા સમય પહેલા જ અભિનેતા સલમાન ખાને કોરોના વોરિયર્સ માટે 5 હજાર ટિફીનની વ્યનસ્થા કરી હતી, ત્યારે હવે ભારતના જાણીતા શેક સંજીવ કપુરે પણ કોરોના વોરિયર્સ માટે ભોજન આપવાનું બીડૂ ઉપાડ્યું છે.

દેશના જાણીતા શૅફ સંજીવ કપૂરે અનેક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં સતત કાર્યરત રહેતા તબીબો માટે મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, સંજીવ કપૂરે આ તમામ વોરિયર્સ માટે ત્રણ ટાઈમના ભોજનની વિના મૂલ્યે વ્યવસ્થા કરી આપી છે.

ઉલ્લેખનીય છે કે કોરોનામાં કાર્ય કરતા સેવાભાવીઓ આવી સ્થિતિમાં પોતાના ઘરે પણ નથી જઈ શકતા અને જો જાય પણ છે તો સતત તેઓના પરિવાર સભ્યો સંક્રિમત થવાનો ડર સતાવતો હોય છે ત્યારે આવી ભોજનની વ્યવસ્થાથી વોરિયર્સને ઘણી રાહત મળી શકે છે.

આ સમગ્ર સેવાભવના કાર્ય માટે સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં 12 શૅફને કાર્યમાં રોક્યા છે, જે 12 શેફ વહે અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણેય સમયનું ભોજન બનાવીને તેઓને જમાડશે.

ઉલ્લેખનીય છે કે વોરિયર્સને સમયસર ભોજન મળે અને એ પણ સારી ગુણવત્તા વાળું તો તેઓ વધુ તંદુરસ્ત રહેશે ,આ સાથે જ તેઓ 24 કલાક સતત કોરોનાના દાર્દીઓની ,સેવામાં લાગેલા હોય છે.તો તેમને આમ તેમથી ટિફીન મંગાવવું કે ઘરેથી ટિફીન લાવવાની સમસ્યામાંથી પણ છૂટકારો મળશે.

આ સમગ્ર બાબતને લઈને 2 દિવસ પહેલા જ શેફ સંજીવ કપુર દ્રારા આ બાબતે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જે સિવિલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ સ્વિકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સેવાથી અનેક લોકોને ભઓજનની સારી વ્યવસ્થા પ્રાપ્ત થશે.