1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાસાયણિક ખેતીથી કેન્સરનો ખતરો છે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છેઃ અમિત શાહ
રાસાયણિક ખેતીથી કેન્સરનો ખતરો છે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છેઃ અમિત શાહ

રાસાયણિક ખેતીથી કેન્સરનો ખતરો છે, પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ છેઃ અમિત શાહ

0
Social Share

ગાંધીનગર : દેશના ગૃહ પ્રધાન અમિત શાહ ઉત્તરાણ નિમિત્તે હોમ ટાઉન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન પ્રાકૃતિક ખેતી પર યોજાયેલા સેમિનારમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. પીએમ મોદીએ આ માટે કામ શરૂ કર્યું છે. પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. ગાંધીનગરમાં 2025 સુધીમાં 50 ટકા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું લક્ષ્યાંક છે.

 પ્રાકૃતિક ખેતીના સેમિનારને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  સંબોધન કર્યુ હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તથા રાજ્યપાલ સહિત એક હજાર જેટલા ખેડૂતો ઓનલાઈન જોડાયા હતા. જેમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટેના પ્રયાસો પર ચર્ચા કરાઈ હતી. કેન્દ્રીય ગૃહ સહકાર પ્રધાન અમિત શાહે પ્રાકૃતિક ખેતીનો લોગો, મોબાઈલ એપ અને ઈ વહીકલ લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમમાં આજે 1 હજાર ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું, રાસાયણિક ખેતીથી દેશને નુકસાન થઈ રહ્યું છે. કેન્સરનો ખતરો વધી રહ્યો છે, તેનો સામનો કરવો પડશે. વડાપ્રધાન મોદીએ આ માટે કામ શરૂ કર્યું છે. પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. હું ભાજપનો અધ્યક્ષ હતો ત્યારે આચાર્ય દેવવ્રતજીના ફાર્મ પર ગયો હતો. ત્યાં મેં આ ખેતી જોઈ અને અનુભવી હતી. પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી અટકે છે. આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં આ અભિયાન ઉપાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં તેમણે આ અભિયાન ચાલુ કર્યું છે. કોરોનાના કપરા કાળમાં પણ 2 લાખથી વધુ ખેડૂતો અને 2.5 લાખ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ થઈ હતી. જેનો મતલબ છે કે ગુજરાતના ખેડૂતોએ આ ખેતીનો લાભ સમજ્યા છે. આ આખી વાત 16 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીજીએ 8 કરોડ ખેડૂતોને સમજાવી હતી. અનેક ખેડૂતોએ આ બાબતે શરૂઆત કરી છે. ગાંધીનગરના સાંસદ તરીકે 2025 સુધીમાં મારા મત ક્ષેત્રમાં 50 ટકા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો મારો લક્ષ્યાંક છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ હતુ કે, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને 50 ટકા પાણીનો ઉપયોગ ઘટશે. જમીનની ફળદ્રુપતા વધશે. વધારાના કોઈ ખર્ચ વગર પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. આત્મ નિર્ભર ખેડૂત એ આત્મનિર્ભર ભારતનો પાયો છે. હિમાચલ પ્રદેશમાં આ મામલે ખૂબ મોટું કામ થયું છે. ત્યાં દોઢ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની આવકમાં 27 ટકા નો વધારો થયો છે. ગુજરાતમાં 2 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. એક મહિનામાં 10,000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનીંગ આપવામાં આવી છે. રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનું લક્ષ્યાંક છે. આજે 1 હજાર ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયેલા છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code