- વાસી ખોરાક ખાનાર વ્યસનીઓ વાંચી લેજો આ સમાચાર
- વાસી ચાઈનીઝ ફૂડ ખાવાથી વિદ્યાર્થીની બગડી તબિયત
- જીવ બચાવવા હાથની આંગળીઓ અને પગ કાપવો પડ્યો
આજકાલ લોકોમાં વાસી ખોરાક ખાવાની આદત વધી રહી છે.ખાસ કરીને નોકરી કરતા લોકોમાં તે વધુ જોવા મળશે.વાસ્તવમાં વારંવાર ખોરાક રાંધવાનો સમય ન મળવાને કારણે તેઓ વાસી ખાઈને જ કામ કરે છે. જો તમે પણ વાસી ખાવાના વ્યસની છો તો આ સમાચાર ચોક્કસ વાંચો.કારણ કે,19 વર્ષીય વિદ્યાર્થીએ ફ્રીજમાં રાખેલ ચાઈનીઝ ફૂડ ખાધું હતું.જે બાદ તેની તબિયત એટલી બગડી કે,તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.જ્યાં ડોક્ટરોએ તેને બચાવવા માટે તેના પગ સિવાય હાથની આંગળીઓ કાપી નાખવી પડી હતી.
રિપોર્ટ અનુસાર, છોકરાએ વાસી ચાઈનીઝ ફૂડ ખાધું હતું,જેના પછી તેની હાલત ખરાબ થઈ ગઈ.ડૉક્ટરએ જણાવ્યું કે,વિદ્યાર્થીની હાલત વાસી નૂડલ્સ, ચિકન અને ચોખા ખાવાથી થઈ હતી.તેને પહેલા ખૂબ તાવ આવ્યો.વિદ્યાર્થીએ જણાવ્યું કે,તેણે આગલી રાત્રે ફ્રીજમાં રાખેલ ચાઈનીઝ ફૂડ ખાધું હતું.થોડી જ વારમાં તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે,તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. અહીં હૃદયના ધબકારા વધી જવાથી વિદ્યાર્થી બેહોશ થઈ ગયો હતો.તેની હાલત જોઈને તબીબો પણ ચોંકી ગયા હતા.
હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ વિદ્યાર્થી આઘાતમાં હતો.તેના શરીરના કેટલાક ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.કિડની પણ રિસ્પોન્સ કરતી ન હતી.આ સિવાય પેટમાં પણ અસહ્ય દુખાવો થતો હતો.આ સાથે ત્વચાનો ટોન પણ ઘાટો જાંબલી થઈ ગયો.તેને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.જ્યાં તેને બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું હતું.જેના કારણે તેના શરીરમાં લોહી જમા થવા લાગ્યું છે.
આ પછી, બ્લડ ટેસ્ટમાં જાણવા મળ્યું કે,તેને ઘણી જીવલેણ બીમારીઓ થઈ ગઈ છે.તેના લોહીમાં સેપ્સિસ નામની બીમારી ઝડપથી ફેલાઈ રહી હતી.છોકરાનો જીવ બચાવવા ડોકટરોએ તેના હાથની આંગળીઓ, ઘૂંટણથી પગ પણ કાપી નાખવા પડ્યા. જ્યારે વિદ્યાર્થી 26 દિવસ પછી ભાનમાં આવ્યો ત્યારે તેનું આખું જીવન બદલાઈ ગયું હતું.વાસી ખોરાક ખાવાથી તે પોતાની આંગળીઓ અને પગ ગુમાવશે તેની તેને કલ્પના પણ નહોતી. સેપ્સિસ એક પ્રકારનો ચેપ છે.જ્યારે કોઈ વાયરસ શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ વધારે છે, ત્યારે આ બીમારી થવાની પણ સંભાવના રહે છે. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આ બેક્ટેરિયા છોકરાના શરીરમાં કેવી રીતે આવ્યા.