કોરોના સામેની લડાઈમાં ‘Chewing Gum’ બનશે વિશ્વનું નવું શસ્ત્ર! વાયરસના સંક્રમણને ઘટાડવામાં કરશે કામ
દિલ્હી:કોરોનાવાયરસ સામે લડવા માટે હજી સુધી વેક્સિનનો સહારો લેવામાં આવી રહ્યો છે.ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પણ ગોળીઓ લોન્ચ કરી છે, જે સંક્રમણ સામે રક્ષણ આપે છે.પરંતુ ટૂંક સમયમાં કોરોનાને હરાવવા માટે Chewing Gum નો ઉપયોગ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો કોવિડ ટ્રીટમેન્ટ માટે એક Chewing Gum વિકસાવી રહ્યા છે જે છોડમાંથી મેળવેલા પ્રોટીનથી સજ્જ છે જે SARS-CoV-2 વાયરસ માટે ‘ટ્રેપ’ તરીકે કામ કરે છે. તે કોરોના વાયરસના સંક્રમણને ઘટાડે છે.
સંશોધકોએ જણાવ્યું કે,જે લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે તેઓ હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.આ લોકો વગર વેક્સિને લોકોની જેમ જ વાયરસને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે છે.અમેરિકા સ્થિત પેન્સિલવેનિયા યુનિવર્સટીના હેનરી ડેનિયલે જણાવ્યું હતું કે,SARS-CoV-2 લાળ ગ્રંથિમાં પ્રતિકૃતિ બને છે અને આપણે એ વખતે તે વિશે જાણીએ છીએ જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ છીંકે, ખાંસી કે બોલે છે ત્યારે તે બીજામાં પહોંચી જાય છે.
મોલેક્યુલર થેરાપી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસનું નેતૃત્વ કરનાર ડેનિયલે જણાવ્યું કે,ગમ લાળમાં વાયરસને નિષ્ક્રિય કરે છે, જે સંભવિત રીતે રોગના સંક્રમણના સ્ત્રોતને બંધ કરવાની એક સામાન્ય રીત છે.મહામારી પહેલા, ડેનિયલે હાઈ બ્લડ પ્રેશર માટે પ્રોટીન હોર્મોનનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓએ પ્રયોગશાળામાં ACE2 પ્રોટીન અને અન્ય કેટલાક પ્રોટીન વિકસાવ્યા, જેનો સારવારમાં ઉપયોગ કરવાની ક્ષમતા છે. આ માટે તેણે પ્લાન્ટ આધારિત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કર્યો.