- તુલસીના પાન ખાવાની સાચી રીત જાણો
- ચાવવા કે ગળી જવા?
- વાંચો શું છે સાચી રીત
હિન્દુ ધર્મ અનુસાર તુલસીને પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ ધાર્મિક પ્રસંગે પણ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યારેક સારવાર માટે પણ થાય છે. તુલસીના પાનના આટલા બધા ફાયદા તો છે પણ તેના પાન ચાવવા જોઈએ કે સીધા ગળી જવા તે વાતને જાણવી જરૂરી છે. ધાર્મિક કારણોસર પણ લોકોને તુલસી ચાવવાની સલાહ આપવામાં આવતી નથી.
ઘણા અહેવાલોમાં ડોકટરો કહે છે કે ‘તે સાચું છે કે તુલસીમાં પારો હોય છે જે તમારા દાંતને ખરાબ કરી શકે છે, પરંતુ તે દાંત માટે ખરેખર હાનિકારક નથી. પારાથી થતા નુકસાનને લઈને કોઈ સંશોધન સામે આવ્યું નથી. તુલસીના પાંદડા દાંતના સડાનું કારણ બની શકે છે તે સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ તેને માત્ર ગળી જવાની સલાહ આપવામાં આવે છે.
તુલસીના પાનને ખાવાની સાચી રીત એ છે કે રાત્રે ચારથી પાંચ તુલસીના પાનને સારી રીતે ધોઈને પાણી સાથે એક વાટકીમાં પલાળી રાખો. આ પાનને ખાલી પેટે પાણી સાથે ગળી લો. વાટકીનું પાણી પણ પીઓ. જો પાંદડાને ગળી શકાતા નથી તો આ રીતે પલાળેલું પાણી પીવો અને પાંદડાઓમાં થોડું વધુ પાણી ઉકાળો. આ પછી તેને ગાળીને ચાની જેમ પીવો. આ સિવાય ચા બનાવીને પણ તેનું સેવન કરી શકો છો અથવા એવું કહેવામાં આવે છે કે તેને સીધું ગળી જવું જોઈએ, એટલે કે તેને ચાવવું જોઈએ નહીં.
જો સ્વાસ્થ્યના સંદર્ભથી જોવામાં આવે તે તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે, જે ઉધરસ, શરદી જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને શ્વસનતંત્રમાં સુધારો કરે છે. વળી તેમાં રહેલું એસિડ પાચનની સમસ્યાઓને દૂર કરે છે. તુલસીના પાનમાં રહેલ એડેપ્ટોજન તણાવ ઘટાડવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને નર્વસ સિસ્ટમને રાહત મળે છે.