Site icon Revoi.in

છત્તીસગઢઃ સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ ઠાર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા જવાનોએ દેશવિરોધ પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર ઉપર લોહાગાંવ પીડિયાના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નવ નક્સલવાદીઓના મોત થયાં છે.

પોલીસ સુત્રોના જણવ્યા અનુસાર નક્સલવાદીઓના પીએલજીએ કંપની નંબર 2 સાથે જવાનોની અથડામણ થઈ હતી. જવાનોએ અત્યાર સુધીમાં નવ નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. ઘટના સ્થળ ઉપર નક્સલવાદીઓના મૃતદેહ પાસેથી એસએલઆર, 303 અને 12 બોરનું હથિયાર મળી આવ્યું હતું.

છત્તસગઢમાં ફરી એકવાર નક્સવાદીઓ અને સુરક્ષ જવાનો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આજે મંગળવારે જ્યારે સુરક્ષાદળો સર્ચ કરી રહ્યાં હતા ત્યારે સૂચના મળી હતી કે, પશ્ચિમ બસ્તર ડિવીજનમાં માઓવાદીઓની મુવમેન્ટ થઈ રહી છે. જે બાદ સુરક્ષા જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ દરમિયાન નક્સવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી અને સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો.

તાજેતરમાં 29 ઓગસ્ટે પણ ‘એન્ટી નક્સલ’ ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.

ઓગસ્ટમાં, સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઓપરેશનના ભાગ રૂપે કાર્યવાહી કરતી વખતે ઘણા નક્સલવાદીઓને પકડીને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો હતો. આ ઉપરાંત હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.