Site icon Revoi.in

છત્તીસગઢ- બોરવેલમાં ફસાયેલા 10 વર્ષના બાળકને રેસ્ક્યૂ કરીને 104 કલાકની ભારે જહેમત બાદ જીવીત બહાર કાઢવામાં આવ્યો

Social Share

રાયપુર – છેલ્લા 4 દિવસથી દરેક સમાચારોની હેડલાઈનમાં 10 વર્ષના બાળક રાહુલની જ વાત થઈ રહી હતી, આ બાળક બોરવેલમાં પડી ગયો હતો ત્યાર બાદ ભારે મહેનત કરવામાં આવી જેથી તેનો જીવ બચી શકે અને તેને બહાર કાઢી શકાય છેવટે રેસ્ક્યૂ સફળ સાબિત થયું છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ધટના છે સાગરના જાંજગીર-ચંપા જિલ્લાના પિહરીદ ગામની જ્યા  બોરવેલના ખાડામાં પડેલા રાહુલને આખરે બહાર કાઢવામાં સફળતા મળી છે. લગભગ 104 કલાક સુધી બોરવેલમાં ફસાયેલા રાહુલ સાહુને એનડીઆરએફ  અને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાપૂર્વક બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવવાની કામગીરી લગભગ ચાર દિવસથી ચાલી રહી હતી.

રાહુલના બચાવમાં સામેલ સેનાની ટીમે જણાવ્યા પ્રમાણે આ કાર્ય ખૂબ જ પડકારજનક ઓપરેશન હતું. ટીમના સભ્યોના સંયુક્ત પ્રયાસથી રાહુલને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. આઅહીં લગભગ 25 આર્મી ઓફિસર તૈનાત હતા.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સતત રાહુલના બચાવ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા.

10 જૂનના રોજ બની હતી આ ઘટના

શુક્રવાર, 10 જૂનના રોજ સાંજે રમતા રમતા રાહુલ વાડામાં બનેલા બોરવેલના ખુલ્લા ખાડામાં પડી ગયો હતો. ત્યારથી તેને બહાર કાઢવા માટે સતત રેસ્ક્યુ ચાલુ હતું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ SDRF, ગુજરાતની રોબોટિક ટીમ બાદ હવે સેનાએ ઓપરેશનની કમાન સંભાળી હતી. સોમવારથી રાહુલ થોડો સુસ્ત દેખાઈ રહ્યો હતો. બોરવેલમાં પાણીનું સ્તર વધતું જોઈને આખા ગામનો બોરવેલ કેટલાય કલાકો સુધી કાર્યરત કરાયો હતો.

આ સાથે જ રાહુલ પાણીમાં ફસાઈ ન જાય તે માટે ગામના ચેકડેમનો દરવાજો પણ ખોલવામાં આવ્યો હતો. જ્યાં સુધી રેસ્ક્યુ ટીમ ટનલ બનાવીને પહોંચી ત્યાં સુધી રાહુલ તેની ઉપરની ખડકની બીજી બાજુ બેઠો હતો. આ કારણે પથ્થર કાપવામાં ખૂબ કાળજી લેવામાં આવી રહી હતી.હાલ રાહુલને હેલ્થ ચેકઅપ માટે ગ્રીન કોરિડોરથી બિલાસપુર મોકલવામાં આવ્યો છે