Site icon Revoi.in

છત્તીસગઢઃ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન ઘાયલ

Social Share

નવી દિલ્હીઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં એક મહિલા નક્સલવાદી ઘાયલ થઈ છે. આ દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નો એક જવાન પણ ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીઓએ અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના પ્રતાપપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉપંજુર ગામ પાસે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં BSF જવાન વિકાસ સિંહ ઘાયલ થયો હતો.

તેમણે કહ્યું કે શુક્રવારે જિલ્લા દળ અને બીએસએફની 178મી બટાલિયનની સંયુક્ત ટીમને મેંદરડા ગામમાં બીએસએફ કેમ્પથી મરચાચુવા ગામ તરફ પેટ્રોલિંગ પર મોકલવામાં આવી હતી. જ્યારે ટીમ પ્રતાપપુર પોલીસ સ્ટેશનથી લગભગ 10 કિલોમીટર દૂર ઉપંજુર ગામ પાસે હતી ત્યારે માઓવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે બંને તરફથી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં સ્થળની શોધખોળ દરમિયાન એક મહિલા નક્સલી ઘાયલ મળી આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ સ્થળ પરથી એક હથિયાર પણ જપ્ત કર્યું છે. ઘાયલ મહિલા નક્સલવાદીની ઓળખ ફગની તરીકે થઈ છે. મહિલા નક્સલવાદીનો પતિ વિનોદ માઓવાદીઓની મદનવાડા લોકલ ઓર્ગેનાઈઝેશન સ્ક્વોડ (LOS)નો કમાન્ડર છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે BSF જવાન વિકાસ સિંહને એન્કાઉન્ટરમાં સામાન્ય ઈજા થઈ છે અને તેની હાલત સામાન્ય અને ખતરાની બહાર છે. ઘાયલ મહિલા નક્સલવાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.