નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓએ બિછાવેલા આઈઈડી બોમ્બના સંપર્કમાં સુરક્ષા જવાનો આવ્યાં હતા. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. આ હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોંટો પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા તુંબહાકા વિસ્તારમાં CRPFની એલીટ કોબરા બટાલિયનના જવાન IEDના સંપર્કમા આવ્યા છે, જ્યા નક્સલીઓ સાથે અથડામણ શરૂ થયા બાદ અર્ધસૈનિક દળ વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા. નક્સલીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે IED બોમ્બ લગાવી રાખ્યા હતા, જેની ઝપટમાં આવતા કોબરા-209 બટાલિયનના પાંચ જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને સારવાર માટે રાંચી મોકલવામાં આવ્યા છે.
જંગલમાં નક્સલી મિસિર બેસરા સહિત કેટલાક અન્ય મોટા નક્સલી છેલ્લા કેટલાક મહિનાથી કેમ્પ લગાવ્યો હતો. નક્સલી મિસિર બેસરા એક કરોડનો ઇનામી નક્સલી છે. નક્સલીઓની ઘેરાબંધી માટે CRPFની 209 કોબરા બટાલિયન, સીઆરપીએફ 157, 194 બટાલિયન સિવાય ઝારખંડ જગુઆર અને જિલ્લા પોલીસ સંયુક્ત રીતે સર્ચ અભિયાન ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલા નક્સલવાદીઓ સામે સીઆરપીએફ જેવી સુરક્ષા એજન્સીઓ સઘન પેટ્રોલીંગ કરી રહી છે.