Site icon Revoi.in

છત્તીસગઢઃ- નક્સલીઓ દ્વારા નારાયણપુરમાં ઈઆઈડી બ્લાસ્ટ કરાયો, એક જવાન શહીદ

Social Share

રાયગઢઃ– છત્તીસગઢ રાજ્ય નક્સલીઓ માટે જાણીતું છે જ્યા અવારનવાર નક્સલીઓ દ્રારા બ્લાસ્ટ કરવો, આતંક ફેલાવવો જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે ફરી છત્તીસગઢના નારણપુરા વિસ્તારમાં નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ કરવાની ઘટના સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ લગાવવામાં આવેલા IED બોમ્બનો ભોગ બનતા એક જવાન શહીદ થયો છે. સાથે જ એક યુવક ઘાયલ થયો હોવાનું કહેવાય રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આઈટીબીપી 53 બટાલિયનની ટીમ રસ્તાના નિર્માણની સુરક્ષા માટે રવાના થઈ હતી. આજ રોજ વહેલી સવારે 8.30 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો, શહીદ જવાનનું નામ રાજેન્દ્ર સિંહ અને ઘાયલ જવાનનું નામ મહેશ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના સોનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધોંડરીબેડા પાસે બનવા પામી હતી.

નારાયણપુરના એસપી એ આ અંગેવા સમાચારની પુષ્ટિ કરી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આજે સવારે ITBP 53 બટાલિયનના જવાનો રોડ નિર્માણની સુરક્ષા માટે નીકળ્યા હતા. સોનપુર પોલીસ સ્ટેશનના ધોંડરીબેડા પહોંચતા જ IED બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો