દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જગદલપુરમાં આયોજિત બેઠકમાં છત્તીસગઢને રૂ. 26,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓ ભેટમાં આપી હતી. તેમણે કહ્યું કે છત્તીસગઢે ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નગરનારમાં NMDC સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટ સહિત છત્તીસગઢમાં રૂ. 26,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ જગદલપુર,બસ્તરમાં તાડોકી-રાયપુર રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવી હતી.
પીએમ મોદી એ પોતાના સંબોધનમાં કહ્યું, ‘વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દરેક રાજ્ય, દરેક જિલ્લા, દરેક ગામનો વિકાસ થશે. વિકસિત ભારત માટે, ભૌતિક, ડિજિટલ અને સામાજિક માળખાગત સુવિધાઓ પણ ભવિષ્યની જરૂરિયાતો અનુસાર હોવી જોઈએ. આ જ કારણ છે કે અમારી સરકારે આ વર્ષે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ વધારીને 10 લાખ કરોડ રૂપિયા કર્યો છે.
તેમણે કહ્યું- ‘આજે છત્તીસગઢમાં ઘણા મોટા રેલ્વે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, આઝાદીના આટલા વર્ષો પછી પણ તાડોકીને રેલ્વે નકશામાં સ્થાન નથી મળ્યું, પરંતુ આજે તાડોકીને નવી રેલ્વે લાઇનની ભેટ મળી રહી છે. આનાથી આદિવાસી મિત્રોને સુવિધા મળશે. આ તમામ રેલવે પ્રોજેક્ટ આ પ્રદેશમાં મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરશે.”
NMDC સ્ટીલ લિમિટેડ આ પ્લાન્ટ રૂ. 23,800 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયો છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ પ્લાન્ટ છે, જ્યાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. NMDC સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ હજારો લોકોને રોજગારીની તકો પૂરી પાડશે અને વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપીને આ પ્લાન્ટ બસ્તરને વિશ્વના સ્ટીલના નકશામાં મૂકશે.પીએમ મોદીએ અંતાગઢ અને તારોકી વચ્ચે નવી રેલ લાઇન અને જગદલપુર અને દંતેવાડા વચ્ચે ડબલ રેલ લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બોરીદાંડ-સૂરજપુર રેલ્વે લાઇનના દ્વિ-માર્ગી બાંધકામ અને જગદલપુર સ્ટેશનના પુનઃવિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને તારોકી-રાયપુર ડેમુ રેલ સેવાને પણ લીલી ઝંડી આપી.