નવી દિલ્હીઃ આરએસએસના વડા મોહન ભાગવત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ ધર્માંતરણના મામલે આમને-સામને આવી ગયા છે. મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે કહ્યું હતું કે, આપણા ભોળપણનો લાભ લઈને ઠગતા લોકોએ આપણે સાવધાન રહેવું જોઈએ. આ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ કહ્યું કે, છત્તીસગઢમાં ભાજપના શાસનમાં સૌથી વધારે ચર્ચ બન્યાં છે. સંઘના પ્રમુખે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહ પાસેથી માહિતી લેવી જોઈએ.
મોહન ભાગવત છત્તીસગઢના જશપુર જિલ્લામાં જનજાતિય ગૌરવ દિવસ પ્રસંગ્રે પહોંચ્યાં હતા. અહીં તેમણે કહ્યું હતું કે, આપણે આપણો દેશ, સંસ્કૃતિ અને ધર્મથી અલગ ન થવું જોઈએ, કેટલાક લોકો આપણા ભળપણનો ફાયદો ઉઠાવીને ઠગાઈનો પ્રયાસ કરે છે પરંતુ આપણે વધારે મજબુત બનવું પડશે. તેમણે ધર્માંતરણ શબ્દનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે, હવે આપણે જાગવુ પડશે, આપણા દેશ, ધર્મ માટે પાક્કા રહેવુ પડશે.
દરમિયાન છત્તીસગઢના સીએમ ભુપેશ બધેલે કહ્યું કે, મોહન ભાગવતે ધર્મ પરિવર્તન મામલે બોલવુ ના જોઈએ, તેમણે પહેલા પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહ પાસેથી માહિતી લેવી જોઈએ કે, તેમના શાસનમાં કેટલાક ચર્ચ બન્યાં છે. તેમની પાસે માહિતી ના હોય તો હું આપી શકું છું. છત્તીસગઢમાં ભાજપનું શાસન વર્ષ 2003થી 2018 સુધી હતું. ઈસાઈ હશે ત્યાં ચર્ચ બનશે. ચર્ચ, ગુરુદ્વારા અને અન્ય ધાર્મિક સ્થળ ત્યારે જ વધારે બને છે ત્યારે તેને માનવાવાળો વર્ગ વધે છે.