Site icon Revoi.in

છત્તીસગઢઃ બે નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

Social Share

દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોન વર્રાતુ (ઘરે પરત આવો) અભિયાન હેઠળ ઈનામવાળા બે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ નક્સલવાદીઓ ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યાં છે. આ નક્સલવાદીઓ પાસેથી ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે, જે નક્સલવાદને ખતમ કરવામાં ખૂબ મદદ મળશે. બંને નક્સલવાદીઓને છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિનો લાભ આપવામાં આવશે. અત્યાર સુધીમાં, 119 નક્સલવાદીઓ સહિત 475 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે અને મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, માઓવાદીઓના નક્સલ સંગઠનમાં કામ કરતા સક્રિય ઈનામી નક્સલવાદી કોસા મરકામ (ઉ.વ. 23, રહે, ફુલપડ) માઓવાદીની પોકળ વિચારધારાથી કંટાળીને આત્મસમર્પણ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ કર્યું હતું. કોસા પર પોલીસ દ્વારા રૂ. 10 હજારના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. નક્સલ નાબૂદી અભિયાન હેઠળ સક્રિય નક્સલવાદી બમન કાવાસી (કરતમ) ઉર્ફે ચમન લાલ ( ઉ.વ. 36, રહે બડેગુદ્રા) માઓવાદી સંગઠનની પોકળ વિચારધારાથી કંટાળીને મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા છે. આ નક્સલીએ કુઆકોંડા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ પણ કર્યું હતું. આ બંને નકસલવાદીઓને મુખ્ય પ્રવાહમાં સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિને ડામવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.