1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરે BLO પત્રિકાનું વર્ચુઅલ ઈ-વિમોચન કર્યું
ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરે BLO પત્રિકાનું વર્ચુઅલ ઈ-વિમોચન કર્યું

ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરે BLO પત્રિકાનું વર્ચુઅલ ઈ-વિમોચન કર્યું

0
Social Share

ગાંધીનગરઃ દેશમાં મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે દિલ્હી ખાતેથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર  રાજીવ કુમાર દ્વારા BLO ઈ-પત્રિકાનું વર્ચ્યુઅલ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી કમિશનર  અનુપ ચંદ્ર પાંડે, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ અને બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર ખાતેથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતી, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત નિયામક મનિષ પંડ્યા, અધિક કલેક્ટર રિન્કેશ પટેલ તથા રાજ્યના વિવિધ જિલ્લાઓના બુથ લેવલ ઑફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.

દિલ્હી ખાતેથી BLO પત્રિકાના વિમોચન કાર્યક્રમમાં ચૂંટણી પંચના સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, અલગ અલગ સ્કેલ અને ડાયવર્સિટીને સમાવતી આ ઈ-પત્રિકા દેશભરમાં કાર્યરત બુથ લેવલ ઑફિસર્સને એક પ્લેટફોર્મ પર લાવવાનું મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે. આ પ્રસંગે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ઉપરાંત વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મેઘાલય, તમિલનાડુ, હિમાલચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતના બુથ લેવલ ઑફિસર્સ દ્વારા ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ કામગીરી દરમિયાનના પોતાના અનુભવો તથા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતાં વડોદરાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારના BLO સુહાસિની પટેલે જણાવ્યું કે, મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખ તથા હોદ્દેદારોનો સંપર્ક મદદરૂપ સાબિત થયો. સોસાયટીઓના વૉટ્સઍપ ગૃપમાં સામેલ થઈ મતદારયાદી સુધારણા, વૉટર્સ હેલ્પલાઈન ઍપનો ઉપયોગ અને  મતદારોને મળતી સુવિધાઓ સહિતની જાણકારી અને માર્ગદર્શન આપવાના કારણે કામગીરી વધુ સરળતાથી થઈ શકી. BLOએ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની સુચના અનુસાર 80 વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા વરિષ્ઠ મતદારોને કૃતજ્ઞતા પત્ર અર્પણ કર્યાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઈલેક્શન કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, આ પત્રિકા પેપરલેસ છે, જેના કારણે તેનો વ્યાપ વધશે. આ થ્રી વે કમ્યુનિકેશન છે. જેમાં BLO માટે ચૂંટણી પંચના આદેશોનો ઉલ્લેખ હશે, સાફલ્ય ગાથાઓ અને ફિડબેક માટેનું પ્લેટફોર્મ પણ છે તથા દેશના વિવિધ ભાગોમાં કામગીરી દરમિયાન સર્જાતી સમસ્યાઓને BLOએ કઈ રીતે હલ કરી તેનો પણ ઉલ્લેખ હશે જે અન્ય BLO શીખી શકશે એટલે કે આ ઈન્ટરલર્નિંગ પ્લેટફોર્મ પણ છે. પ્રાદેશિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થનાર આ ઈ-પત્રિકા રિસીવ, ટ્રાન્સમીટ, ઈન્ટરએક્ટ અને રિસ્પોન્ડ જેવા મહત્વના પાસાઓને સમાવી લે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code