- મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો
- સીજેઆઈ દ્વારા સીબીઆઈ તપાસની અપાઈ મંજૂરી
- આઈબી રિપોર્ટના આધારે જસ્ટિસ તાહિલરમાની સામે તપાસ
મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. તાહિલરમાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મામલે ભારતના મુક્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે.
મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે કાયદા પ્રામાણે એજન્સી તપાસ આગળ વધારી શકે છે. તપાસ આઈબીના રિપોર્ટના આધારે થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે જસ્ટિસ તાહિલરમાનીએ ચેન્નઈમાં બે ફ્લેટ ખરીદયા છે અને આ રૂપિયા તેમના તથા તેમના પરિવારજનોના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા ચે.
એવો પણ આરોપ છે કે તેમણે તમિલનાડુના એક પ્રધાનના કહેવા પર મૂર્તિ ચોરીના મામલાની સુનાવણી કરી રહેલી હાઈકોર્ટની બેંચને ભંગ કરી દીધી હતી.