Site icon Revoi.in

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ

Social Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લા અંદાજે 507 કરોડ 84 લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યુ હતું. જેમાં સાવલીના કનોડ નજીક મહી નદી પર બનાનારા 412  કરોડ રૂપિયાના વિશાળ આડબંધનું તેમણે ખાતમહૂર્ત કર્યું હતું. આ પરિયોજનાથી સાવલી તાલુકાના ૩૪ ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના ૧૫ ગામોને લાભ મળશે. તેનાથી સાવલી નગર તેમજ આજુબાજુના ૪૦ જેટલા ગામોની આશરે ૭૭૦૦૦ જેટલી વસ્તી માટે પીવાના અને સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે.

આપ્રસંગે મુખ્યમંત્રીએ અન્ય 2૧૦ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ 2૫૭ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં સાવલી એસટી ડેપોના વર્કશોપના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ નવસારીના ખેરલ ખાતે નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા ગ્રામિણ યુવાવિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.