Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી – પહિંદ વિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી

Social Share

અમદાવાદઃ- આજરોજ અષાઢી બીજના દિવસે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્મુરા અમદાવાદ ખાતે નીકળી છે ત્યારે હજારો ભક્તો આ યાત્રામાં જોડાયા છે દરેક લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

આજરોજ મુખ્મંયત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને પહિંદવિધિ કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેઓને આમ કરવાની તક મળી.

આ પહેલા મુખ્યમંત્રીએ  પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના આશિર્વાદ પણ લીધા હતા. સોનાની સાવરણીથી રથ અને પથની સફાઇ કરી હતી. 

 

આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે. ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો.  અને રથયાત્રાનો આરંભ કરાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદમાં ખુશીનો માહોલ છે ભક્તો ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રામાં જોડાયા છે,યાત્રામાં ભક્તો પર પ્રસાદીનો વરસાદ થી રહ્યો છે તો લોકો દૂર દૂરથી ભગવાન જગન્નાથજીને નિહાળવા આવી રહ્યા છે,રસ્તાઓ આજુબાજૂના ઘાબાઓ પરથી લોકો ભગવાનના દર્શન કરવાનો લ્હાવો લઈ રહ્યા છે.