- સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાથી નામાંકન કર્યું દાખલ
- આ પ્રસંગે ગૃહમંત્રી શાહ પણ ઉપસ્થિતિ રહ્યા
અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, દરેક પાર્ટી પોતાની ઉમેદવારી માટે નોમાંકન દાખલ કરી રહ્યા છએ ત્યારે આજરોજ અમદાવાદના ઘધાટલોડિયા વિસ્તારમાંથી ગુજરાત રાજ્યના મુખ્યનમંત્રી ભપેન્દ્ર પટેલે પોતાનું નામાકંન દાખલ કર્યું છે ,મહત્વની વાત એ છે કે આ અવસર પર તેમના સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
એ જાણીતું છે કે સીએમ પટેલ અહીથી જ ધારાસભ્ય છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું હતું કે જો આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી જીતશે ગુજરાતના મુખ્ય પમંત્રી તરીકે આગળ પણ ભૂપેન્દ્ર પટેલ જ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે,દરેક પાર્ટી તૈયારીઓમાં વ્યસ્ત થઈને પોતાની પાર્ટીની જીતની આશા સેવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાવા જઈ રહ્યું છે.
ગુજરાતની ચૂંટણી માટેની નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ જો કોઈ ઈચ્છે તો પોતાનું નામ 17 નવેમ્બર સુધી પરત ખેંચી શકાશે.દરેક પાર્ટીઓ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે સૌ કોઈની જનર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર અટકી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ નામાંકન દાખલ કરતા પહેલા એક રોડશો યોજ્યો હતો.તેમણે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમના રોડ શોમાં મોટા પ્રમાણમાં સમર્થકો હાજર રહ્યા હતા.