1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. પૈત્રા ફિયાલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2001 માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા 2023માં શરૂ કરાવી હતી. આ સમિટે ગુજરાતની ગ્રોથ સ્ટોરીના ઉજળા અધ્યાયનો આરંભ કર્યો, તેમ તેમણે ઉમેર્યું હતું. 

તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટના ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી. પૈત્રા ફિયાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે. તેઓએ કહ્યું કે, આ પૂર્વેની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતા અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે. આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code