1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રમંડળ કાર્યભાર સંભાળ્યા બાદ વિકાસના કામોને વધારે વેગવંતા બનાવ્યાં છે. દરમિયાન મુખ્યમંત્રીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીની અચાનક મુલાકાત લઈને અધિકારી-કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ મક્કમતાનો અને મૃદુતાનો આગવો પરિચય અમદાવાદ જિલ્લા (ગ્રામ્ય) પોલીસ અધિક્ષકની કચેરીની ઓચિંતી મુલાકાત લઇને સૌને કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ કોઇ જ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ સિવાય અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક-એસ.પી. ઓફિસે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારને સાથે રાખીને પહોચ્યા હતા.

મુખ્યમંત્રીએ પોલીસ અધિક્ષક કચેરીની કામગીરી અને ઓફિસ દફતરની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. એટલું જ નહિ, કચેરીમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સાથે વાતચીત-સંવાદ કરીને વિગતો જાણી હતી અને તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code