મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં રખાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કોરોના સંક્રમિત થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આઈસોલેશનમાં રખાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં જ રાજ્યના આરોગ્યમંત્રી કોરોના સંક્રમિત થયાં હતા. તેઓ કોરોનાને મહાત આપીને પરત ફર્યાં છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયાનું ચર્ચાઈ રહ્યું છે. કોવિડના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને સાવચેત રહેવા અને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી. હાલ CM ભૂપેન્દ્ર પટેલને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે મુખ્યસચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયાં હતા. તેમજ તાજેતરમાં જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ સંક્રમિત થયાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા આજની કેબિનેટની બેઠક રદ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.