Site icon Revoi.in

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત-36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

Social Share

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. જેમાં 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે. તથા નેશનલ ગેમ્સ 2022 ગુજરાતમાં રમાશે. તેમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી રમતોત્સવ યોજવામાં આવશે.જેમાં મોટા શહેરોના પ્લે ગ્રાઉન્ડમાં નેશનલ ગેમ્સ રમાશે. તેમજ ગુજરાતનો પ્રસ્તાવ સ્વિકારવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ IOAનો આભાર માન્યો છે.

જાણો અગાઉ શું હતો પ્લાન:

આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ગોવામાં નિર્ધારિત 36મો રાષ્ટ્રીય રમતોત્સવ કોરોના વાયરસના ફેલાવાને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો.અગાઉ આ જાણકારી ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ નરિન્દર બત્રાએ આપી હતી.

IOA સંસ્થાએ તે વખતે ગોવા સરકારને કહ્યું હતું કે એણે આ વર્ષે 20 ઓક્ટોબરથી 4 નવેંબર સુધી નિર્ધારિત રાષ્ટ્રીય રમતોત્સવ યોજવો પડશે. તે છતાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રમતોત્સવને મુલતવી રાખી દેવામાં આવ્યો હતો. નેશનલ ગેમ્સ આયોજન સમિતિએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રમતોત્સવને મોકૂફ રાખી દેવાનો નિર્ણય લીધો હતો,એમ તે સમયે ગોવાના સ્પોર્ટ્સ પ્રધાને કહ્યું હતું.