Site icon Revoi.in

આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું એલાન – રાજ્યના કર્મચારીઓને  ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોવા માટે અપાશે હાફ-ડેની રજા

Social Share

દિલ્હી- કાશ્મીરી પંડિતોના દર્દીની કહાનિ વર્ણન કરતી વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશઅનમીર ફાઈલ્મ રિલીઝ થયાનો આજે 5મો દિવસ છે ,આ દિવસો દરમિયાને આ ફિલ્મે બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન કરી લીઘું છે, દર્શકોનો ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળતો આવી રહ્યો છે,દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ ફિલ્મના વખાણ કર્યા છે.

 ફિલ્મની વધતી લોકપ્રિયતાને જોતા હવે તેની સ્ક્રીનની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ફિલ્મ જોયા પછી ઘણા લોકો ભાવુક થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, સામાન્ય લોકોથી લઈને ફિલ્મ જગત અને રાજકીય જગતની ઘણી જાણીતી હસ્તીઓ પણ આ ફિલ્મ પર પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળે છે. આ ક્રમમાં હાલમાં જ આસામના મુખ્યમંત્રીએ પણ કાશ્મીર ફાઈલોને લઈને એક જાહેરાત કરી છે.

આ ફિલ્મને લઈને  હવે આસામ રાજ્યના કર્મચારીઓને આ ફિલ્મ જોવા માટે અડધા દિવસની રજા આપવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કરી છે, જે પ્રમાણે તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ જોવા માટે અડધા દિવસની આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ ટ્વિટર પર કહ્યું હતું કે “આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમારા સરકારી કર્મચારીઓને કાશ્મીર ફાઇલ્સ જોવા માટે અડધા દિવસની વિશેષ રજા આપવામાં આવશે. આ માટે તેણે તેના ઉપરી અધિકારીઓને જાણ કરીને બીજા દિવસે ફિલ્મની ટિકિટ જમા કરાવવાની રહેશે.

 

બીજી તરફ, વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 11 માર્ચના રોજ દેશભરમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની વાર્તા પર આધારિત છે. આ સિવાય આ ફિલ્મમાં કલમ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસની પણ વાત કરવામાં આવી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ દરરોજ નવી ઊંચાઈઓ હાંસલ કરતી જોવા મળી રહી છે. 14 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ઓછા સમયમાં તેની કિંમત કરતા અનેકગણી કમાણી કરી લીધી છે.