Site icon Revoi.in

અમદાવાદમાં શુક્રવારે મુખ્યપ્રધાન રૂપાણી રૂપિયા 1350 કરોડના વિકાસ કામોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Social Share

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા હવે સરકાર દ્વારા શહેરી વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં આવતીકાલે શુક્રવારે રિવરફ્રન્ટ ફેજ-2નું ખાત મુહૂર્ત થશે તેમજ બ્રિજના લોકાર્પણ થશે. અંદાજે રૂપિયા 550 કરોડના કામને મંજૂરી અને કાર્યરત કરવામાં આવશે. જેમાં શહેરના બ્રિજને લોકાર્પણ કરવા સુધીની કામગીરી કરવામાં કરાશે. જેનાથી શહેરની ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવરવા મદદ થશે.

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલા રૂપિયા 1350 કરોડના કામોનું ખાત મુહૂર્ત તેમજ લોકાપર્ણ આવતી કાલ તા. 28 મી મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જેમા ફ્લાય ઓવર તેમજ રિવરફ્રન્ટની કામગીરી મુખ્ય છે.. જેમા રાજેન્દ્ર પાર્ક ફ્લાય ઓવર તેમજ વિરાટ નગર ફ્લાય ઓવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે. સાથે જ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 2019માં અંદાજે 600 ઈલેક્ટ્રીક બસોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાથી ગત વર્ષે 300 બસોનો ઓર્ડર રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે 50 બસોની ડિલેવરી થઈ ગઈ છે. જેનું પણ મુખ્યપ્રધાન હસ્તે લોકાપર્ણ કરાશે. આ 50 બસો ખરીદવા પાછળ 70 કરોડની આસપાસનો ખર્ચ થયો છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂપિયા 550 કરોડના ખર્ચે ફ્રેઝ 2ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમા ડફનાવાળીથી ઈન્દીરા બ્રિજ સુધીનો રોડ તેમજ પાવર હાઉસથી એરપોર્ટ સર્કલ બ્રિજ મુખ્ય છે સાથે જ મુખ્યપ્રધાન વસ્ત્રાલમાં 50 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આધુનિક સ્પોર્ટ સંકુલનું પણ ખાતમુહૂર્ત કરશે.