- સીએમ યોગીને મળી ધમકી
- ગોરખપુર મંદિરને બોમ્બથી ઉડાવાની અપાઈ ઘમકી
- પોલીસ આ મામલે કરી રહી છે તપાસ
લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં હવે યોગી આદિત્યનાથ લોકોના લોકલાડીલા નેતા બની ગયા છે ,સીએમ પદ પર આવ્યા બાદ તેમની કામગીરી દેશભરમાં વખાણાઈ રહી છએ ત્યારે શુક્રવારે મધ્યરાત્રિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે મેરઠની સાથે જ લેડી ડોન નામના ટ્વિટર એકાઉન્ટે લખનૌ વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે સાવચેતીના પગલા તરીકે ગોરખનાથ મંદિરની આસપાસના વાહનોનું ચેકિંગ શરુ કર્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ લેડી ડોન નામના ટ્વિટર હેન્ડલ પરથી એક પછી એક ત્રણ ટ્વિટ કરવામાં આવી હતી. પહેલા ટ્વીટમાં લખ્યું હતું કે વિધાનસભા, લખનૌ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર બોમ્બ મુકવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ પણ તેમાં માર્યા જશે.ત્યાર બાદ ફરી એક કલાક પછી ભીમ સેના પ્રમુખ સીમા સિંહ યોગી આદિત્યનાથને માનવ બોમ્બ તરીકે મારી નાખશે.અને તેરાશિદે બોમ્બ પ્લાન્ટ કર્યો છે તેવી ધમકી મળી હતી .
આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ટ્વિટ કરવામાં આવ્યું હતું કે સુલેમાનભાઈએ ગોરખનાથ મઠમાં આઠ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કર્યા છે. તેનાથી યોગી આદિત્યનાથના ચીથડે ચીથડા ઉડી જશે
આ સાથે જ ટ્વિટમાં ફરી એકવાર સીમા સિંહના નામનો ઉપયોગ કરવામાં આવ્યો. એક કલાક પછી ફરી એક ટ્વિટ થયું અને મેરઠમાં દસ જગ્યાએ બોમ્બ વિસ્ફોટો વિશે ઉલ્લેખકરવામાં આવ્યોજો કે હવે આ સમગ્ર ઘટનાની કેસ અંગે મંદિર અને અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ક્યાંય પણ વાંધાજનક વસ્તુ મળી નથી. આ કોઈએ ખાલી મજાક કરી હોય અથવા શાંતિનું હનન કર્યું હોય તેવું લાગી રહ્યું છે,જો કે હાલ પણ આ મામલે પોલીસ તપાસ કરી જ રહી છે