આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનો આહાર પણ બદલાઈ રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ઘણી અસર જોવા મળી રહી છે. હવે યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ચીકુ હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે? સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ ચીકુ ખાવાના ફાયદાઓ વિશે જણાવ્યું છે.
ચીકુ ખાવાથી હૃદયને કેટલો ફાયદો થાય છે?
ચીકુ ફળ દરેક સિઝનમાં મળે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે જો આપણે દરરોજ સવારે આપણા આહારમાં ચીકુનો સમાવેશ કરીએ, તો નસોમાં બ્લોકેજનું જોખમ ઘટાડી શકાય છે. ચીકુ રક્ત પરિભ્રમણને પણ સારી રીતે નિયંત્રિત કરે છે. જેના કારણે હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. તેમાં આવા ઔષધિય ગુણો અને વિટામિન મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ, સુગરના દર્દીઓએ તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
ચીકુમાં કયા વિટામીન હોય છે?
ચીકુમાં વિટામીન B, C, E, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ મેગ્નેશિયમ, ફાઈબર, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આ ફળ હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાંથી મળતા તમામ કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં ખૂબ જ જરૂરી છે.
ઝાડના પાંદડાનો પણ કરી શકો ઉપયોગ
જો તમારા ઘરમાં ચીકુનું ઝાડ છે તો વાયરલ ફીવર માટે આનાથી સારી બીજી કોઈ દવા હોઈ શકે નહીં. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે તેના પાંદડામાં એવા એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે, જે વાયરલ તાવને મટાડી શકે છે, જો તમે ચીકુના પાંદડાનો ઉપયોગ કરવા લાગો તો તે અલ્સર રોગને ઠીક કરવામાં પણ મદદ કરે છે.
ચીકુના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો?
સૌ પ્રથમ, ઝાડમાંથી 8 થી 10 પાંદડાઓ તોડી લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને ક્રશ કરીને પાણીમાં ઉકાળવા માટે રાખો. તમે અડધા લિટર પાણીમાં 10 પાંદડા નાખો. જ્યારે તે અડધું થઈ જાય, ત્યારે તમે તે પાણીના ઉકાળાનો ઉપયોગ કરી શકો છો.