ખેડબ્રહ્મા : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામમાં રહેતા પિતાએ પોતાના 11 માસના દિકરાને ગેરકાયદેસર રીતે દલાલ મારફતે વેચાણ કરવાની કોશીશ કરતા પિતા સહીત અન્ય પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે ખેડબ્રહ્મા પોલીસે વોચ ગોઠવીને શ્યામનગર પાસેથી પિતા સહીત બે દલાલોને ગઈકાલે સાંજે ઝડપી પાડયા હતા. જયારે અન્ય ત્રણ દલાલો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ શનિવારે સાંજે ખેડબ્રહ્મા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર જીતાભાઈએ નોધાવેલ ફરિયાદ મુજબ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના એક પિતાએ પોતાના ૧૧ માસના દિકરાને ગેરકાયદેસર રીતે રુ.૧.૫૦ લાખમાં દલાલ જયંતીભાઈ લુકાભાઈ ગમાર, મામેર (રાજસ્થાન) મારફતે અન્ય દલાલ પાટણના ચારવાડાના દલપતભાઈ ધુળાભાઈ રાવળને વેચાણ આપવાનો હતો. દરમિયાન ખેડબ્રહ્મા પીએસઆઈ કે.વી.વહોનીયાને બાતમી મળતાં કાવતરાનો પર્દાફાશ કરવા માટે પોલીસ ટીમ સાથે શુક્રવારે સાંજે શ્યામનગર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન દલાલને બાળક આપતા જ પોલીસે પિતા તથા બે દલાલ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જયારે આ તસ્કરીમાં મદદ કરનાર અન્ય ત્રણ દલાલો જયંતીભાઈ ખેડબ્રહ્મા લુકાભાઈ ગમાર, મામેર (રાજસ્થાન), ભીખાભાઈ ઉર્ફે વિક્રમ આદીવાસી, જાડીસેંબલ, તા.ખેડબ્રહ્મા, મનોજભાઈ ગમાર, બાંડીયાનુ તળાવ, તા.ખેડબ્રહ્મા નાસી છુટ્યા હતા. જેને લઈને ઝડપાયેલા પિતા સહીત ત્રણ અને ફરાર ત્રણ મળી ૬ આરોપીઓ સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ખેડબ્રહ્મા પોલીસે કલમ ૧૪૩ (૪), ૬૧(૨), ૫૪ મુજબ ગુનો નોધી આગળની વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ હિંમતનગર દ્રારા હાથ ધરવામાં આવી છે.
આ અંગે ઈડર DYSP સ્મિત ગોહિલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્માના શ્યામનગર પાસેથી ઝડપાયેલા પિતા સહીત ત્રણ જણાને બાળક સાથે ઝડપી લીધા છે.બાળક એની માતા પાસે છે. શનિવારે પિતા અને બે દલાલો સહીત ત્રણને ખેડબ્રહ્મા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે ૧ ઓગસ્ટ સુધી પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જયારે પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતીમાં જરૂરિયાત વાળા દંપતીને બાળક આપવાનું હોવાનુ જાણવા મળેલ છે. ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન વધુ માહિતી મળી શકે છે. જયારે ખેડબ્રહ્મા પોલીસે ફરાર ત્રણ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.