દિલ્હી:ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ (NTAGI) ની સ્ટેન્ડિંગ ટેકનિકલ સબ-કમિટી (STSC) એ 5-12 વર્ષની વયના બાળકો માટે એન્ટિ-COVID રસીઓ કોર્બેવેક્સ અને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી. જો કે, રસીકરણ અભિયાનમાં આ રસીઓનો સમાવેશ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
16 જૂનના રોજ યોજાયેલી STSCની બેઠક દરમિયાન કંપની બાયોલોજિકલ E’s Corbevax અને ભારત બાયોટેકની Covavax રસીઓ માટે 5-12 વર્ષના બાળકોના ડેટાની સમીક્ષા કરવામાં આવી હતી અને સભ્યોએ નિર્ણય લીધો હતો કે,આ રસીઓ બાળકોને લગાવનાની ભલામણ કરી શકાય.એક અધિકૃત સ્ત્રોતે જણાવ્યું હતું કે, જોકે, સભ્યોનું માનવું હતું કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની રસીકરણની રજૂઆત અંગે નક્કર નિર્ણય લેવા માટે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. આગામી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતના ડ્રગ્સ રેગ્યુલેટર (DCGI) એ આ વર્ષે એપ્રિલમાં 5 થી 12 વર્ષની વયના બાળકો માટે Corbevax અને 6 થી 12 વર્ષની વયના બાળકો માટે Covaxin ના કટોકટીના ઉપયોગની મંજૂરી આપી હતી. હાલમાં, 12 થી 14 વર્ષની વયના બાળકોને એન્ટિ-કોવિડ રસી Corbevax આપવામાં આવી રહી છે.ભારતમાં, 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ 16 માર્ચે શરૂ થયું હતું.