બાળકો પણ બને છે ડિપ્રેશનનો શિકાર,જાણો આવું કેમ થાય છે?
- બાળકોના ડિપ્રેશનને કરો દૂર
- બાળકોનું રાખે ધ્યાન
- તે પણ થાય છે ડિપ્રેશનનો શિકાર
આજકાલ જીવનમાં દરેક લોકોને કોઈને કોઈ સમસ્યા તો છે અને તેના કારણે મોટાભાગના લોકો ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે બાળકોની તો બાળકો પણ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે.બાળકોને ડિપ્રેશન કેમ આવે છે અને તેમને કેવી રીતે ડિપ્રેશનથી દૂર રાખી શકાય તેના વિશે જાણવું દરેક મા-બાપને જરૂરી છે.
બાળકોમાં ડિપ્રેશન આવવા પાછળને અનેક કારણ હોય છે જેમ કે ઘણી વખત માતાપિતા વ્યસ્ત હોવાને કારણે તેમના બાળકની લાગણીઓને અવગણવાની ભૂલ કરે છે. અથવા તેઓ કડક હોવાને કારણે તેઓ તેમની લાગણીઓની કદર કરતા નથી.જાણકારો આ બાબતે કહે છે કે બાળક શું ઈચ્છે છે, તેની લાગણીઓ શું છે અને તે કેવી રીતે ઉછરી રહ્યું છે તેનું માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેને સમજાવો કે સાચું શું અને ખોટું શું? આમ કરવાથી તમારું બાળક માનસિક રીતે મજબૂત બનશે.
બાળકોને હંમેશા બીજા લોકોને સંપર્કમાં આવવા દેવું જોઈએ જેથી કરીને તે પોતાને અલગ ન સમજે અને એકલું પણ ન સમજે, કારણ કે કેટલાક માતા-પિતાને એવી આદત હોય છે કે તેઓ પોતાના બાળકને બીજાના બાળકો કરતા વધુ સારા માને છે અને આ કારણે તેઓ તેને મિલન પણ નથી કરવા દેતા. જો બાળક બીજાને મળતું નથી, તો તે એકલા રહેવાથી ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે બાળકોને ડિપ્રેશન આવવાના કારણ ક્યારેક અલગ પણ હોય છે તો બાળકને કોઈ પણ સમસ્યા થાય તે ડોક્ટરની પાસે જવુ જરૂરી છે.