Site icon Revoi.in

બાળકોમાં પણ હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો તે શું છે…

Social Share

બાળકો જ્યારે નાની ઉંમરના હોય ત્યારે કેટલીક વાતોનું ખાસ પ્રકારે ધ્યાન રાખવું પડે છે. બાળકોમાં ક્યારેક એવી બીમારી પણ જોવા મળતી હોય છે જેને જોઈને માતા પિતા પણ ચીંતામાં આવી જતા હોય છે. આવામાં અલ્સેરેટિવ કોલાઈટિસ નામની બીમારી બાળકોમાં હોઈ શકે છે જેનો યોગ્ય સમયે ઉપચાર કરાવવો જ પડે છે.

આ બીમારીથી બચવા માટે કેટલાક પ્રકારની કાળજી રાખવી પડે છે, આ બીમારીને લક્ષણો, ઉંમર, આરોગ્યની સ્થિતિ અને ગંભીરતાના આધારે બાળકની સારવાર કરવામાં આવે છે. જોકે આહાર એ ઈલાજ નથી, પરંતુ પેટ ખરાબ કરતી કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવાથી તેના લક્ષણોને વધતા અટકાવી શકાય છે. આંતરડાનો સોજો ઘટાડવા માટે દવા એ સૌપ્રથમ સારવાર છે. એમિનોસેલિસીલેટ્સ, સ્ટેરોઇડ્સ અને ઇમ્યુનોડિપ્રેસન્ટ્સ, એન્ટિબાયોટિક્સ, ઇમ્યુનોમોડ્યુલેટરી થેરાપીનો ઉપયોગ થાય છે. ભારે રક્તસ્રાવ, કોલોન ટીયર, કેન્સરનું જોખમ અથવા ગંભીર રોગના કિસ્સામાં સર્જરીની જરૂર પડી શકે છે.

આ પ્રકારની બીમારી એવા લોકોને વધારે થઈ શકે છે જે લોકો કેટલાક વિસ્તારમાં રહેતા હોય છે અને કેટલીક તેમની આદતો હોય છે જેમ કે કેટલીકવાર બાળકના લક્ષણો ખૂબ જ ગંભીર બની જાય છે, જેના કારણે તેને અન્ય લક્ષણોનો અનુભવ થાય છે જે જઠરાંત્રિય માર્ગ સાથે સંબંધિત હોઈ શકે છે. લક્ષણોમાં હાડકા નબળા હોવા, આંખોમાં સોજો, સાંધામાં દુઃખાવો, પથરી, લીવરની વિકૃતિઓ, ચકામા અને ચામડીના રોગનો સમાવેશ થાય છે. તેના કારણે અલ્સરની જાણ થતી નથી અને એવું લાગે છે કે આ લક્ષણો કોઈ અન્ય રોગને કારણે દેખાઈ રહ્યા છે.

માતા-પિતા કે ભાઈ-બહેનમાં અલ્સેરેટિવ કોલાઈટિસ હોય તો, 15 વર્ષથી વધુ ઉંમરના બાળકોને આ રોગનું જોખમ રહેલુ છે. ગોરા લોકો અને પૂર્વીય યુરોપનાં લોકોમાં વિકાસશીલ દેશોની સરખામણીએ શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોના લોકોમાં આ રોગ માટે વધુ સંવેદનશીલ છે.

અલ્સેરેટિવ કોલાઈટિસનું ચોક્કસ કારણ ડૉક્ટરો જાણી શક્યા નથી. કેટલાક કિસ્સાઓમાં, સંશોધકો માને છે કે વાયરસ અથવા બેક્ટેરિયા આંતરડાના કારણે પ્રતિક્રિયા પેદા કરી શકે છે.