Site icon Revoi.in

અમેરિકામાં હવે 5 થી 11 વર્ષના બાળકોનું પણ થશે વેક્સિનેશન- ફાઈઝરની વેક્સિનને મળી મંજૂરી

Social Share

 

દિલ્હીઃ-સમગ્ર વિશ્વમામં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે બાળકોને લઈને પણ ચિંતા વધી હતી જેને લઈને બાળકો માટેની વેક્સિન  બનાવવાની હોડ લાગી હતી ત્યારે હવે અમેરિકામાં આજે 5-11 વર્ષની વયના બાળકો માટે ફાઇઝર રસી મંજૂર મળી ચૂકી છે.

આ વેક્સિનની મંજૂરી લાખો બાળકોના રસીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. વિતેલા શનિવારે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ 5-11 વર્ષની વયના બાળકો માટે કટોકટીના ઉપયોગ માટે ફાઈઝરની રસી મંજૂર કરી, ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવી અને રોગ નિયંત્રણ કેન્દ્રોએ તેને સત્તાવાર રીતે મંજૂરી આપી.

યુએસ પ્રમુખ જો બિડેને ટ્વિટ કર્યું  છે કે આજે એફડીએ દ્વારા સખત સમીક્ષા અને અધિકૃતતા પ્રક્રિયા બાદ સીડીસીએ 5-11 વર્ષના બાળકો માટે ફાઈઝર રસીની ઔપચારિક ભલામણ કરી છે. આ પ્રોત્સાહક સમાચાર છે અને કોરોનાને હરાવવાની અમારી લડાઈમાં એક મોટું પગલું છે. મહત્વનું  છે કે બાળકો માટે રસીકરણ અભિયાન 8 નવેમ્બરથી શરૂ થઈ શકે છે.

વેક્સિન મામલે વ્હાઇટ હાઉસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વેક્સિન આવતાની સાથે જ માતા-પિતાની તેમના બાળકો વિશેની ચિંતાનો અંત આવશે અને બાળકોમાં વાયરસ ફેલાવવાની સંભાવના ઘટી જશે.  અમે યુ.એસ.માં દરેક બાળક માટે રસીનો પૂરતો પુરવઠો પહેલેથી જ સુરક્ષિત કરી લીધો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને રસી આપવાનો આ કાર્યક્રમ આગામી દિવસોમાં ઝડપથી આગળ વધશે અને 8 નવેમ્બરથી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.

ઉલ્લેખનીય છે કેઅમેરિકામાં 11 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પહેલેથી જ રસી મળી રહી છે. 12 અને તેથી વધુ ઉંમરના 78 ટકાથી વધુ અમેરિકનોને ઓછામાં ઓછો એક શોટ મળ્યો છે, જેમાં લાખો કિશોરો પણ સામેલ છે, અને આ રસી અત્યાર સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.