Site icon Revoi.in

ઓમિક્રોન બાદ દ.આફ્રીકામાં 5 વર્ષથી નાની વયના બાળકો થઈ રહ્યા છે કોરોનાથી વધુ સંક્રમિત

Social Share

દિલ્હીઃ- દક્ષિણ આફ્રીકાથી આવેલો ઓમિક્રોન વેરિએન્ટે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી વધુ એક ડરામણા સમાચાર સામે આવી રહ્યાછે. દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ બાળકોમાં કોરોનાના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે.

મળતી માહિતી પ્રમાણે શુક્રવાર રાત સુધી દેશમાં સંક્રમણના 16 હજાર 55 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડીસી ના ડૉ. વસીલા જસતે કહ્યું, ‘અમે જોયું છે કે અગાઉ બાળકો કોવિડ મહામારીથી એટલા પ્રભાવિત નહોતા, મોટાભાગે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી.’

બાળકોમાં ફેલા.ય રહેલા કોરોનાના સંક્રમણને લઈને તેમણે કહ્યું કે “મહામારીની ત્રીજી લહેરમાં, પાંચ વર્ષથી ઓછી ઉંમરના વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને 15 થી 19 વર્ષની વય જૂથના કિશોરોને પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા,” તેમણે કહ્યું. “હવે ચોથી લહેરની શરૂઆતમાં, તમામ વય જૂથોમાં કેસોમાં ઝડપથી વધારો થયો છે પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેસ વધ્યા છે.”

તેમણે કહ્યું, ‘જોકે, બાળકોમાં સંક્રમણના કેસ હજુ પણ ઓછા છે. સૌથી વધુ કેસ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં છે અને ત્યારબાદ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો તેમાં સમાવેશ થાય છે. પાંચ વર્ષથી નીચેના બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાના કેસમાં વધારો થયો છે,

.એનઆઈસીડીના ડૉ. માઈકલ ગ્રુમે જણાવ્યું હતું કે, ‘બાળકો માટે પથારી અને સ્ટાફ વધારવા સહિત કેસો વધી રહ્યા છે ત્યારે સજ્જતાના મહત્વ પર ભાર મૂકવાની જરૂર છે.’ આરોગ્ય પ્રધાન જો ફહલાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના નવમાંથી સાત પ્રાંતોમાં સંક્રમણ દર અને સંક્રમણના કેસો વધી રહ્યા છે.