અમદાવાદઃ શહેરમાં આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઊજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રીક્રિએશન કમિટી દ્વારા 1 ઓક્ટોમ્બર થી 7 ઓક્ટોમ્બર સુધી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષ સુધીના બાળકોને સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી મફત પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે પણ મુલાકાતીઓ બાળકો આવે છે અથવા તો શૈક્ષણિક સંસ્થાના બાળકો આવે છે તેમણે આ વન્યજીવો માટે પ્રત્યે વધુ નોલેજ મળી રહે તે માટે ટચ ટેબલ શો તથા ઝૂ વિશેની માહિતી ઉપરાંત ફ્રેંડ્સ ઓફ ઝૂ યોજનાની પણ જાણકારી આપવામાં આવશે. દર સોમવારે મુલાકાતીઓ માટે ઝૂ બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના રીક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવેએ જણાવ્યુ હતું કે 1 થી 7 ઓક્ટોમ્બર સુધી સવારે ત્રણ કલાક બાળકોને મફત પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આવે છે તેમના માટે પણ વિશેષ આયોજન કાંકરિયામાં કરવામાં આવ્યું છે જેથી તેઓ આ વન્ય જીવો વિશે જાણી શકે તથા તેમને માહિતી મળી શકે. બાળકોને ઝૂ વિશેની માહિતી ઉપરાંત ફ્રેંડ્સ ઓફ ઝૂ યોજનાની પણ જાણકારી આપવામાં આવશે. દર સોમવારે મુલાકાતીઓ માટે ઝૂ બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનો માટે 7મી ઓક્ટોબરથી નવરાત્રી પર્વ શરૂ થતો હોઈ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરો જેવા કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરે ધાર્મિક સ્થળોને આવરીને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.