Site icon Revoi.in

રોલર કોસ્ટર ખરાબ થતા ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા બાળકો,વીડિયો જોઈને લોકો ડરી ગયા

Social Share

જો તમે રોલર કોસ્ટર રાઈડ લેવા માંગતા હો, તો તમારે મજબૂત લીવરની જરૂર છે. ઘણી વખત આ ઝુલામાં  ખામી આવી જાય છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે. હાલમાં આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સ નારાજ થઈ ગયા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિનમાં બની છે. જ્યારે અહીંના મેળામાં રોલર કોસ્ટર રાઈડ અચાનક ખરાબ થઇ ગઈ હતી અને તેમાં બેઠેલા બાળકો કલાકો સુધી હવામાં ઉંધા લટકતા રહ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, વિસ્કોન્સિનના ક્રેન્ડનમાં રવિવારે ફોરેસ્ટ કાઉન્ટી ફેસ્ટિવલ દરમિયાન એક રોલર કોસ્ટર રાઈડમાં ખામી સર્જાતા હોબાળો થયો હતો. જેના કારણે સાત બાળકો સહિત કુલ આઠ સવારોએ લગભગ ત્રણ કલાક સુધી હવામાં ઉંધા લટકતા રહેવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં લોકો રોકાયેલા રોલર કોસ્ટરથી લટકતા જોઈ શકાય છે. ટ્વિટર પર @rusashanews હેન્ડલ પરથી આ વીડિયો સાશા વ્હાઇટ નામના યુઝરે શેર કર્યો છે.

અહેવાલો અનુસાર, આ પછી તરત જ ફાયર ફાઇટરોને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. જો કે, ઇમરજન્સી રિસ્પોન્સર્સને લોકોને રોલર કોસ્ટરમાંથી ઉતારવામાં ઘણો સમય લાગ્યો હતો. બધા સુરક્ષિત છે, તેમને કોઈ ઈજા થઈ નથી. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન બ્રેનન કૂકે જણાવ્યું કે, દેખીતી રીતે જ બાળકો ખૂબ ડરી ગયા હતા, પરંતુ તેમણે હિંમત બતાવી. બાળકો લાંબા સમય સુધી ઉંધા લટકતા રહ્યા. તેમણે કહ્યું કે, અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે રાઈડમાં ટેક્નિકલ ખામીના કારણે આવું થયું છે. પરંતુ સાચા કારણો હજુ તપાસ હેઠળ છે.