Site icon Revoi.in

રાષ્ટ્રીય બાલિકા દિવસે ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સંભાળશે બાળાઓ

Social Share

અમદાવાદઃ 24 જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગ રૂપે ધારાસભ્યોની જેમ બાલિકાઓ વિધાનસભા ગૃહની કાર્યવાહી ચલાવશે. દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને ‘નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે’ એટલે કે ‘રાષ્ટ્રીય બાળકી દિવસ’ તરીકે ઉજવાય છે. આ પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.

બાલિકા વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે; લોકશાહીની સંસદીય પ્રણાલી વિધાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને રાજનીતિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજવામાં આવશે.