- બાળકો માટે આવશએ 1 નહી 2 નહી પરંતુ 4 વેક્સિન
- બાળકોને લઈને કોરોનાની ચિંતા ઘટશે
- જુલાઈમાં બાળકો પર વેક્સિનનું પરિક્ષણ આરંભ કરાશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ સેવાઈ રહી છે, આ વચ્ચે અનેક નિષ્ણઆંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે,ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થવાની સંભાવના છે, તો બીજી તરફ બાળકો માટે પણ વેક્સિન ઉપલબ્ધ કરાવવાની સરકારે તૈયારી કરી લીધી છે.કેટલીક વેક્સિનનું હાલ બાળકો પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે તો કેટલીક વેક્સિન હજી આવવાની હરોળમાં છે.
આવતા મહિનામાં એટલે કે જુલાઈમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બાળકો પર કોવાવેક્સનું પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી હોવાથી, બાળકો માટે ચાર વેક્સિન તૈયાર થવાની સંભાવનાજોવા મળી રહી છે, જે એક સારાસમાચાર છે, બાળકો માટે જો આટલી વેક્સિન ઉપલબઅધ થશે તો દરેક માતા પિતાની ચિંતાઓ ઘટશે.
આ ઉપરાંત ભારત બાયોટેકની પણ બે રસીઓ છે જેનું પરીક્ષણ બાળકો પર કરવામાં આવી રહ્યું છે જ્યારે ઝાયડસ કેડિલાની વેક્સિન માટેના પરિક્ષણમાં શરૂઆતથી જ બાળકોને શામેલકરવામાં આવ્યા છે. તેથી જો રસી ઉત્પાદકોની યોજના પ્રમાણે બધું ચાલે છે, તો ભારતમાં બાળકો માટે કુલ ચાર વેક્સિન ઉપલબ્ધ કરાશે.
આ 4 રસીઓ બાળકો માટે થઈ શકે છે ઉપલબ્ધ
ભારત બાયોટેકની નેઝલ વેક્સિનઃ- ભારત-બાયોટેકની વન-શોટ અનુનાસિક રસી, જેને ગેમ-ચેન્જર હોવાનું માનવામાં આવે છે, તે પહેલાથી જ પરિક્ષણ હેઠળ જોવા છે. તે અનુનાસિક રસી છે, જે બાળકોને રસી આપવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે
ઝાયડસ કેડિલાની ઝાયકો-ડી: ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી એ એક બીજી વેક્સિન છે જેની પુખ્ત વયના લોકોથી લઈને વચ્ચે 12 થી 18 વર્ષની વયના બાળકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ રસી ટૂંક સમયમાં લાઇસન્સ માટે અરજી કરશે અને જ્યારે તે માન્ય થઈ જશે, ત્યારે બાળકોને રસી આપી શકાય છે.
નોવાવેક્સ / કોવાવાક્સ: ભારતમાં બાળકો માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે નોવાવેક્સ અથવા કોવાવાક્સ ચોથી વેક્સિન હશે. આ રસી નોવાવેક્સ દ્વારા વિકસાવવામાં આવી છે જેનું પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાણ છે. રસીની એકંદર અસરકારકતા 90.4 ટકા છે.
કોવેક્સિનઃ- હૈદરાબાદ સ્થિત વેક્સિન નિર્માતા અને ભારતીય તબીબી સંશોધન પરિષદે વિકસિત એક ભારતીય વેક્સિનમાં ભારત બાયોટેકની કોવેક્સિનો પણ સમાવેશ કર્યો છે. હાલમાં, રસી ભારતમાં પુખ્ત વયના લોકો માટે આપવામાં આવે છે. તે લગભગ 78 ટકા અસરકારક છે. હવે આ વેક્સિન 2 થી 18 વર્ષની વયના બાળકો પર પરિક્ષણના તબક્કામાં છે.