Site icon Revoi.in

નાની ઉંમરમાં બાળકોની આંખો થઈ ગઈ છે નબળી? વાંચો તેના પાછળના કારણ

T

Social Share

આજકાલ બાળકોને નાની ઉંમરમાં આંખોની સમસ્યાઓ થતી હોય છે. બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે અને તેના કારણે તેમને કેટલીક વાર તકલીફ પણ પડતી હોય છે. આ પાછળ પણ અનેક કારણો હોય છે.

જો વાત કરવામાં આવે તો બાળકો બહાર રમવા જવાની જગ્યાએ કમ્પ્યૂટર કે મોબાઈલ ઉપર સમય વિતાવે છે. શાળાનું શિક્ષણ પણ મોબાઈલ કે કમ્પ્યૂટર ઉપર થવા લાગ્યું છે. અને બાળકોને લાંબો સમય સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે જેનાથી તેમની આંખોને નુકસાન પહોંચે છે.

જો તમે બાળકોની આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક બાબતોની કાળજી રાખશો તો તેમની દૃષ્ટિ નબળી પડશે નહીં. આંખની કસરત નિયમિત કરવી ખૂબ જ જરૂરી છે. બાળકોનાં રોજિંદાં કાર્યોમાં આંખોની કસરતને સામેલ કરો. આ માટે તેમને મોટીવેટ કરો. આંખોની કસરત કરવાથી બાળકોની આંખો તંદુરસ્ત રહેશે.

બાળકોને પૌષ્ટિક ખોરાક આપશો તો તેઓ તંદુરસ્ત રહેશે અને આંખની દૃષ્ટિ પણ સારી રહેશે. તેમને દૂધ, ડ્રાય ફૂટ, ફળ અને શાકભાજી ખવડાવો. શક્ય હોય એટલા કલરનાં ફળ અને શાકભાજી બાળકોને ખવડાવવાં.

આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે જ ડોક્ટર પાસે જવું તેવું જરૂરી નથી. બાળકોની આંખોનું ચેક-અપ દર વર્ષે કરાવવું જોઈએ તેવી સલાહ ડોક્ટરો આપતા હોય છે. જો તમે તમારાં બાળકોની આંખની તપાસ દર વર્ષે કરાવો તો તેમની દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે.

કોરોનાના કારણે તમે બાળકોને આઉટડોર ગેમ રમવા દેતાં ન હો તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ બહાર લઈ જાઓ. તમે ઈચ્છો તો તેમને કારમાં બેસાડીને શહેર બહાર પણ લઈ શકો છો, જ્યાં તેમને થોડી વાર રમવા દો. આવું કરવાથી તેમની દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે, સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ સારો થશે.

જો તમારા બાળકની આંખ પહેલાંથી જ નબળી હોય તો તેના માટે ઇલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવો ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ બેસે ત્યારે વચ્ચે વચ્ચે બ્રેક લેવાનું કહો.

જો તમારા બાળકને ચશ્માં આવી ગયાં હોય તો તે નિયમિત પહેરવાં જરૂરી છે. આવું કરવાથી સ્ક્રીન જોતી વખતે તેમની આંખો ઉપર ભારણ આવશે નહીં. આંખ વધુ ખરાબ થશે નહીં.