ગરમીમાં બાળકની ત્વચા નહીં થાય ખરાબ, માતા-પિતાએ આ રીતે તેમની ત્વચાની કાળજી લેવી જોઈએ
ઉનાળાની કાળઝાળ ગરમી પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં બાળકને ત્વચાની ઘણી સમસ્યાઓ થવા લાગે છે કારણ કે બાળકની ત્વચા ખૂબ જ નરમ હોય છે, આવી સ્થિતિમાં તેમની ત્વચા પર ફોલ્લીઓ,રેશેઝ, ઘમોરીયા, ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે. જો બાળકની ત્વચાનું ધ્યાન રાખવામાં ન આવે તો ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ થવા લાગે છે. ઉનાળામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે બાળકની ત્વચાની સંભાળ રાખી શકો છો. તો ચાલો જાણીએ તેમના વિશે…
બાળકોને સુતરાઉ કપડાં પહેરાવો
બાળકોને ખૂબ ચુસ્ત કપડા પહેરાવશો નહીં. ખાસ કરીને તેમની ત્વચાને મુક્તપણે શ્વાસ લેવા દો. બાળકો બોલી શકતા નથી પરંતુ તેમને ગરમી પણ લાગે છે જેના કારણે તેઓ પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં ચુસ્ત કપડા પહેરવાથી તે વધુ ગરમ થઈ શકે છે. આ સિઝનમાં તમારે બાળકોને લૂઝ-ફિટિંગ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
બપોરના સમયે બહાર ન લઇ જાવ
ઉનાળાની ઋતુમાં બાળકને બને તેટલું અંદર રાખો. તેમને બહાર બિલકુલ ન લઇ જાવ, ખાસ કરીને બપોરે. જેના કારણે તેમને હીટ સ્ટ્રોક અને સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આ સિવાય ઘરમાં પણ તેમને સતત ACની નીચે ન રાખો. મોટાભાગે AC માં રહેવાથી બાળકની ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેની બધી ભેજ ગુમાવે છે. જેના કારણે બાળકોને ખંજવાળ, ઇચિંગ જેવી સમસ્યા પણ થઈ શકે છે.
ત્વચાની પણ રાખો સંભાળ
બાળકની ત્વચા ખૂબ જ નરમ હોય છે જેના કારણે તે શુષ્ક અને નિસ્તેજ બની જાય છે. આ સ્થિતિમાં, તેને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરતા રહો જેથી ત્વચાની ભેજ જતી ન થાય. સનબર્નથી ત્વચાને બચાવો. જો બાળકને બહાર લઈ જાઓ, તો પછી તેને સંપૂર્ણ કપડાં પહેરાવો. કેપ પહેરાવો, તમારી સાથે છત્રી રાખો અને તેમને ગરમીના ફોલ્લીઓથી પણ બચાવો જેથી તેમને કોઈ સમસ્યા ન થાય.