1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસના પ્રવાસી પાસેથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડ્યો
ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસના પ્રવાસી પાસેથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડ્યો

ચિલોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બસના પ્રવાસી પાસેથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડ્યો

0
Social Share

ગાંધીનગરઃ રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ, અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ચિલોડા પોલીસ દ્વારા હાઈવે પર વાહનોનું અવાર-નવાર ચેકિંગ કરવામાં આવતું હોય છે. દરમિયાન ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ત્યારે લકઝરી બસમાં મુસાફરનાં સ્વાંગમાં બેઠેલા જુહાપુરાના ઈસમ પાસેથી અંદાજીત 5 લાખ 58 હજારથી વધુની કિંમતના ચરસનાં ત્રણ કિલોથી વધુ જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી પ્રોહીબીશનની ડ્રાઈવ ચાલતી હોવાથી ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન અસારી સહિતની ટીમ આગમન હોટલની સામે ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ કરી રહી હતી. એ દરમિયાન એક ટ્રાવેલ્સની લક્ઝરી બસને ઉભી રાખી મુસાફરોનો સામાન ચેક કરવાની તજવીજ શરૂ કરાઈ હતી. ત્યારે બસમાં F-1 નંબરની છેલ્લી સીટમાં એક ઇસમ બેઠો હતો. જેની પાસેનાં થેલાનાં ચોરખાનાની તલાશી લેતાં અંદર કાળી સેલોટેપ વીંટાળેલ 15 બંડલો મળી આવ્યા હતા. જે તોડીને જોતા અંદરથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ શેખ ફેઝ અહેમદ હફીજુદીન (રહે, સૈયદવાડા ગન હાઉસની ગલીમાં ખાનપુર, હાલ રહે સાહીસ્તા ફ્લેટ નંબર 12 જુહાપુરા અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ચરસના જથ્થાનું વજન કરતાં 5 લાખ 58 હજારથી વધુની કિંમતનો ત્રણ કિલોથી વધુ જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે કડકાઈથી પૂછતાંછ કરતાં શેખ ફેઝઅહેમદ હફીજુદીને કબૂલાત કરેલી કે, શાહીબાગ કબસ્તાન ખાતે બે મહીના પહેલાં ચલમ પીવા ગયો હતો. જ્યાં સોકેત નામના ઈસમ સાથે ઓળખાણ થઈ હતી. અને એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી. એ વખતે સોકેતે તેને કહેલ કે,હું અજમેર જઈશ ત્યારે હું તને કામની વસ્તુ આપીશ. બાદમાં 20 મી જાન્યુઆરીએ તેણે ફોન કરતા ફેઝઅહેમદ શાહીબાગ અમદાવાદથી તેની માતા, બહેન અને બે બાળકો સાથે અજમેર ગયો હતો.જ્યાં સોકેતે ચરસનો જથ્થો અમદાવાદ સુધી લઈ જવા માટે 25 હજાર આપવાની વાત કરી હતી.જે જથ્થો લઈને તે લકઝરી બસમાં બેસી અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. જો કે ચીલોડા પોલીસની સતર્કતાથી નશાના કારોબારની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code