- ચીનએ વુહાવમાં તપાસ કરવાની પરવાનગી આપી
- ડબલ્યૂએચઓની ટીમએ જે યાદી આપી તેમા સહમતિ દર્શાવી
દિલ્હીઃ-ચીનના વુહાનમાં કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટીમના સભ્યએ કહ્યું કે તેઓએ ચીનને અનેક સ્થળોની યાદી આપી હતી તેનો ચીનએ સ્વીકાર કર્યો છે, તેઓએ વિનંતી કરેલા દરેક કાર્યકરને મળવાની પણ પરવાનગી આપી દીધી છે.
બ્રિટનમાં જન્મેલા પ્રાણી વિજ્ઞાની ડેસજકે કહ્યું, અમને પૂછવામાં આવ્યું કે અમારે ક્યા સ્થળોએ જવું છે. અમારા દ્રારા તેઓને એક સૂચિ આપવામાં આવી હતી જે સ્વીકારવામાં આવી છે. તેઓ અમેરિકાના ન્યુ યોર્ક સિટી સ્થિત એક એનજીઓ ઇકો હેલ્થ એલાયન્સના પ્રમુખ પણ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટીમે સ્થળ મુલાકાત પૂર્ણ કરી લીધી છે અને આગામી કેટલાક દિવસોમાં ડેટાની અન્વેષણ કરશે અને ચીની નિષ્ણાતો સાથે પરામર્શ કરશે અને બુધવારે તેમની રવાનગી પહેલા તેઓ એક સમાચાર બ્રીફિંગમાં તપાસનો સારાંશ રજૂ કરશે.
ડેસજકે કહ્યું કે, હું એ નથીસજણાવી શકતો કે અમને શું અહીથી મળ્યું છે, કારણ કે અમે એવા સમયે છીએ કે જ્યારે ટીમો જુદા જુદા માર્ગ, જુદા જુદા મુદ્દાઓને જોઈને એક સાથે આવી રહી છે.
સાહિન-