વિશ્વની પ્રથમ કોરોનાની નિડલ ફ્રી વેક્સિનને ચીને ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી – નાક વાટે સુંધીને કોરોનાથી બચી શકાશે
- વિશ્વની પ્રથમ નિડલ ફ્રી વેક્સિનને ચીને મંજૂરી આપી
- આમ કરનાર ચીન વિશ્વનો પ્રથમ દેશ બન્યો
દિલ્હીઃ- છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી વિશ્વમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે જો કે વિશ્વભરના દેશોમાં કોરોનાની વેક્સિનના કારણએ કેસને કાબૂમાં લેવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે,. ત્યારે હાલ પણ અનેક જગ્યાઓ પર છૂટાછવાયા કેસો આવી રહ્યા છે આવી સ્થિતિમાં વિશ્વની પ્રથમ નિડલ ફ્રી વેક્સિનને ચીને ઈમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી છે અને આમ કરનાર તે પ્રથમ દેશ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાંથી જ કોરોનાની ઉત્પત્તિ પણ થઈ હતી ત્યારે હવે ઇન્હેલેશન દ્વારા કોરોનાની સોય-મુક્ત રસી (Ad5-nCoV)ને કટોકટીની મંજૂરી આપનારો ચીન જ પહેલો દેશ બન્યો છે. આ રસી તિયાનજિન સ્થિત કેન્સીનો બાયોલોજીક ઈન્ક દ્વારા વિકસાવવામાં આવી છે.આ રસીને નાક વાટે સુંધવાથી કોરોનાથી બચાવી શકશે.
ચીને લીધેલા આ મહત્વના નિર્ણયથી વિતેલા દિવસને સોમવારે સવારે હોંગકોંગમાં આ રસી બનાવતી કંપનીના શેરમાં 14.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશને બૂસ્ટર રસી તરીકે કટોકટીના ઉપયોગ માટે કેન્નાસીનો Ad5-nCoV ને મંજૂરી આપી છે,