દરિયાઈ ક્ષેત્રમાં હવે ચીન પર રાખી શકાશે બાજ નજર – NS મોરમુગાઓ 18મીએ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
- ચીનની હવે ખેર નથી
- 18 ડિસેમ્બરે નેવીને મળશે NS મોર્મુગાઓ
દિલ્હીઃ- તાજેતરમાં ચીન સાથેના તણાવ બાદ ભારતીય સેના વધુ સતર્ક બની છે,ત્યારે હવે નૌસેનાની તાકાત વધુ વધવા જઈ રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે હવે 18 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળમાં INS મોર્મુગાવના રૂપમાં સ્વદેશી માર્ગદર્શિત-મિસાઈલ વિનાશકના કમિશનિંગ સાથે સામેલ કરવાની તૈયારી કરાઈ રહી છે.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક ધાર બનાવવાના ચીનના પ્રયાસો વચ્ચે આ સપ્તાહના અંતમાં ભારતની દરિયાઈ યુદ્ધ શક્તિને વધુ પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. 7,400 ટનના INS મોરર્મુગાઓ, ગોવાના ઐતિહાસિક બંદર શહેર, મોરમુગાઓ પછી નામ આપવામાં આવ્યું છે, તેને 18 ડિસેમ્બરે, ગોવા મુક્તિ દિવસની પૂર્વસંધ્યાએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા મુંબઈમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.જે ૧૫-બી શ્રેણીનું આ બીજું સ્વદેશી સ્ટીલ્ધ વિધ્વંસક મોર્મુગાઓ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ સમયે પણ બચાવ કરવા માટે સક્ષમધા ઘરાવે છે. આ પૂર્વે આ પ્રકારનું જ જહાજ આઇ.એન.એસ. વિશાખાપટનમ ગત વર્ષે નૌકાદળમાં સામેલ કરાયું છે.
જાણો તેની ખાસિયતો
- આ યુદ્ધ જહાજમાં મધ્યમથી દૂર સુધી પ્રહાર કરી શકે તેવા SAM મિસાઇલ્સ વિવિધ નિશાનો સજ્જ છે.
- જેમાં ખાસ કરીને STS મિસાઇલ, ટોર્પિડો ટયુબ અને લૉન્ચર, સબમરીન વિરોધી રોકેટ લૉન્ચર, તેમજ સુપર રેપિડ ગન માઉન્ટ ઉપરાંત કોમ્બેટ મેનેજમેન્ટ સીસ્ટીમ જોવા મળે છે.
- આ સાથે જ ગતિ કલાકના ૪૮ કીલોમીટરની રહેશે. આ યુદ્ધ જહાજ નૌકાદળમાં સામેલ થવાથી, નૌકાદળની તાકત ત્રણ ગણી વધી જશે.
- આ સહીત આ જહાજમાં ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર ડોર્સ, ક્લોઝ- ઇન- વેપન સીસ્ટીમ અને બૉ-માઉન્ટેડ સોનાર સામેલ છે
- .આ INS ની લંબાઈ ૧૬૩ મીટર, પહોળાઈ ૧૭ મીટર અને ૭,૫૦૦ ટનનું ‘ડિસ્પેસમેન્ટ’ જોવા મળે છે. તેને શક્તિશાળી ગેસ- ટર્બાઇનથી ઊર્જા મળે છે.