ચાઈનાઃ કોરોનાને પગલે અપાયેલા લોકડાઉનમાં ભોજનની સમસ્યા, લોકો એક ટાઈમ જમવા બન્યા મજબુર
નવી દિલ્હીઃ ચાઈનામાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. કોરોના પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. શંઘાઈમાં ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ નહીં મળતી હોવાથી પરિસ્થિતિ વીકટ બની છે. ભોજન નહીં મળતુ હોવાથી લોકો એક ટાઈમ જમવા મજબુર બન્યાં છે.
ચાઈનામાં સતત કોરોનાના કેસમાં વધારો થતા દુનિયાનું સૌથી સખત લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમજ ચાઈનાના વીડિયો પણ સામે આવી રહ્યાં છે. જ્યાં લોકોને ભોજન અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ સરળતાથી મળતી હોવાથી તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. શંઘાઈના ચાંગઓ, જિઆંગસુના કેટવાક વીડિયો સામે આવ્યાં છે. જ્યાં લોકોની ભીડ જરૂરી વસ્તુઓ માટે સુરક્ષા વ્યવસ્થાને તોડતા નજર પડી રહ્યાં છે. ટ્વીટર પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરાયો છે અને લખવામાં આવ્યું છે કે, ચીનના સૌથી મોટા શંઘાઈના કોવિડ લોકડાઉનને પગલે ભોજન માટે તોફાન. અન્ય કેટલાક વીડિયો પણ શેયર થયાં છે. જેમાં મેડિકલ સેન્ટર અને સુપરમાર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો કહી રહ્યાં છે કે, અનેક લોકો દિવસમાં એક જ વાર ભોજન કરે છે. શંઘાઈમાં પરિસ્થિતિ ખુબ જ વિકટ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેર અનિશ્ચિત સમય માટે લોકડાઉન કરાયું છે. આમ અહીં રહેતા લોકો પોતાના ઘરને છોડવાની મંજૂરી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે, વાયરસ લોકોને પ્રભાવિત કરી શકે છે. સિનિયર સિટીઝન અને રસી નહીં લેનાર ઉપર જોખમ વધારે છે. શંઘાઈમાં તા. 1લી માર્ચમાં અત્યાર સુધીમાં 1.30 લાખથી વધારે કોવિડ-19 કેસ સામે આવ્યાં છે.