દિલ્હીઃ શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટીને મોટાભાગના અધિકારીઓ એક ઈકોનોમિક ગેમ ચેન્જર માને છે. શ્રીલંકાની રાજધાનીના સમુદ્ર કિનારે વસેલુ એક ભવ્યનગર છે. કોલંબો નજીકમાં સમુદ્રની રેત ઉપર વસેલા વિશાળકાય શહેરને એક હાઈટેક સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દુબઈ, મોનાકો અને હોંગકોંગ સાથે ઓફશોર આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો, રહેણાંક વિસ્તારો અને દરિયાઈ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ સિટીનું નિર્માણ કરવામાં લગભગ 25 વર્ષનો સમય લાગે તેવી શકયતા છે. ચીનના એન્જીનીયરોની દેખરેખ હેઠળ હાલ કામગીરી કરવામાં આવી રહી છે.
કોલંબો પોર્ટ સિટી ઈકોનોમિક કમીશનના સભ્ય સલિયા વિક્રમસૂર્યાએ જણાવ્યું હતું કે, ભૂમિનો આ ટુકડો શ્રીલંકાના નકશાને ફરીથી દોરવાની અને વિશ્વ-કક્ષાની કાર્યક્ષમતા ધરાવતું શહેર બનાવવાની તક આપશે. આ શહેર દુબઈ અને સિંગાપોર જેવા શહેરો સાથે સ્પર્ધા કરશે. જોકે, ટીકાકારો પ્રશ્ન કરે છે કે શું તે ખરેખર શ્રીલંકા માટે ‘આર્થિક રમત ચેન્જર’ સાબિત થશે. 665 એકડની નવી જમીન ઉપર દેશને 1.4 બિલિયન ડોલરના રોકાણની જરીરિયાત હતી. ચાઈનાની કંપનીએ જરૂરી રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. આ ફર્મને તેનો 43 ટકા હિસ્સો 99 વર્ષ માટે લીઝ ઉપર આપવામાં આવશે. અનેક વર્ષોના ડ્રેજિંગ બાદ નિર્માણ કાર્ય હવે ગતિ પકડી રહ્યું છે અને હવે નવુ શહેર આકાર લઈ રહ્યું છે. ચીનના એન્જીનીયરોની દેખરેખમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મધ્યમાંથી પસાર થતી નદીનું પણ નિર્માણ કરવામાં આવશે. જેમાં નાની હોડીઓને મંજુરી આપવામાં આવશે. દક્ષિણ એશિયાની આ પહેલી પરિયોજનાને પૂર્ણ કરવા માટે લગભગ 25 વર્ષનો સમય લાગશે.